પાલક પનીર (palak paneer recipe in Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#મોમ

બાળકો અમુક વાનગીઓ નથી ખાતા તો એમને ખવડાવવા માટે નવા નખરા આપણે કરવા પડે છે મારી ઢીંગલી પાલકની ભાજી નથી થતી પરંતુ એને ગ્રેવી વાળા દરેક શાક પસંદ છે તો જ્યારે પણ બજારમાં પાલક આવે ત્યારથી મારા ઘરે પાલક પનીરનું શાક વધારે બને છે અને પનીર પણ હું ઘરે જ બનાવી લઉં છું અને પછી આ પાલક પનીર મારી દીકરી હોંશે હોંશે ખાય છે

પાલક પનીર (palak paneer recipe in Gujarati)

#મોમ

બાળકો અમુક વાનગીઓ નથી ખાતા તો એમને ખવડાવવા માટે નવા નખરા આપણે કરવા પડે છે મારી ઢીંગલી પાલકની ભાજી નથી થતી પરંતુ એને ગ્રેવી વાળા દરેક શાક પસંદ છે તો જ્યારે પણ બજારમાં પાલક આવે ત્યારથી મારા ઘરે પાલક પનીરનું શાક વધારે બને છે અને પનીર પણ હું ઘરે જ બનાવી લઉં છું અને પછી આ પાલક પનીર મારી દીકરી હોંશે હોંશે ખાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 વ્યક્તિ
  1. પનીર માટે
  2. 1/2 દુુઘ
  3. 1 ચમચીવીનેગાર
  4. અન્ય સામગ્રી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. 1 ચમચીલીલુ મરચું
  8. 2 ચમચીબટર
  9. 1/2 કપડુંગળી
  10. 1/4 ચમચીખાંડ
  11. 1/2 ચમચીલીંબુનો રસ
  12. 1/4 ચમચીજીરું
  13. 1/3 ચમચીહળદર
  14. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1/4 ચમચીગરમ મસાલો
  16. 1/4 ચમચીધાણા જીરું પાઉડર
  17. 1/2 ચમચીઆદુ
  18. 1/2 કપટમેટા પ્યુરી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    પનીર બનાવવા માટે દૂધને ગરમ કરવા મૂકો દૂધમાં ફાવે એટલે વિનેગાર ઉમેરો તેમાંથી પાણી અલગ થતું દેખાય ત્યારે એક કપડામાં આ મિશ્રણ નિતારી લો ઠંડા પાણીથી સરસ ધોઈ લો અને પોટલી બનાવી એના ઉપર વજન રાખી બે કલાક માટે રહેવા દો પછી એક કલાક ફ્રિજમાં મુકી દો

  2. 2

    પાલકની મોટી દાંડલી કાઢી લો પછી ઉકળતા પાણીમાં બે મિનિટ રાખો તરત જ ઠંડા પાણીમાં ઉમેરી દો આ મિશ્રણમાં લીલુ મરચું ઉમેરી મિક્સીમાં પીસી લો પીસતી વખતે ખાંડ અને લીંબુ ઉમેરી દો

  3. 3

    કડાઈમાં બટર ગરમ કરી તેમાં જીરું ઉમેરો પછી ડુંગળી સાંતળી લો ટોમેટો પ્યૂરી ઉમેરીને સરસ સાંતળી લો ટોમેટો પ્યુરી ન ઉમેરવી હોય તો ન પણ ઉમેરી શકાય હવે આ મિશ્રણમાં બધા સુકા મસાલા ઉમેરી દો અને સરસ મિક્સ કરી લો પછી પીસેલી પાલકની પ્યુરી ઉમેરો અને બેથી ત્રણ મિનિટ પાકવા દો પછી પનીરના ટુકડા ઉમેરી એક મિનીટ પકાવો

  4. 4

    ગરમા ગરમ પાલક પનીર પરાઠા રોટી કે નાન સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes