રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. પેકેટ બ્રેડ
  2. ૨ ચમચીકેપ્સીકમ ઝીણું સમારેલ
  3. ૨ ચમચીડુંગળી ઝીણી સમારેલ
  4. ૨ ચમચીટમેટું સીડલેસ ઝીણું સમારેલ
  5. ૨ ચમચીબાફેલા મકાઈના દાણા
  6. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  7. ૧/૨ ચમચીઓરેગાનો
  8. ૧/૨ કપપીઝા સોસ
  9. ૧/૨ ચમચીમરી પાઉડર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. જરૂર મુજબ ચીઝ
  12. શેકવા માટે બટર
  13. ગાર્નિશ માટે
  14. કોથમીરના પાન અને સોસ
  15. સર્વિંગ માટે સોસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં ટમેટું કેપ્સીકમ ડુંગળી અને મકાઈના દાણા લઈ તેમાં મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું

  2. 2

    હવે ગોળ કટર ની મદદથી બ્રેડને કટ કરો ગોળ કટ કરી લેવા.ત્યારબાદ રીંગ માટે એ જ ગોળાકારમાં નાના કટર વડે કટ કરો ચિત્રમાં દર્શાવ્યા મુજબ. હવે તવા પર બટર લગાવી રીંગ તેમજ ગોળ બ્રેડને એક બાજુ ગોલ્ડન કલરની શેકી લેવી.

  3. 3

    બીજી બાજુ પીઝા સોસ લગાવી તેના પર રીંગ મૂકવી અને વચ્ચે બનાવેલું મિશ્રણ મૂકી તેના પર ચીઝ મૂકવું.

  4. 4

    અને ફરી તવા પર બટર લગાવી તેના પર આ પીઝા કોઈન મૂકી ધીમા તાપે ઢાંકીને નીચેનું પડ ક્રિસ્પી થાય તેમ જ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવું.

  5. 5

    થઈ જાય એટલે નીચે ઉતારી સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર અને સોસ થી ગાર્નીશ કરી ગરમ ગરમ પીઝા કોઈન ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes