લસુની પાલક

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

આજે મેં લસુની પાલકનું શાક બનાવ્યું છે.બહુ ઓછા મસાલા થી બનતું આ શાક ખૂબજ ટેસ્ટી બન્યું હતું.

લસુની પાલક

આજે મેં લસુની પાલકનું શાક બનાવ્યું છે.બહુ ઓછા મસાલા થી બનતું આ શાક ખૂબજ ટેસ્ટી બન્યું હતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 1મોટી ઝૂડી પાલકની ભાજી
  2. 3-4લીલાં મરચાં
  3. 1/2 ઇંચ આદુનો ટુકડો
  4. 15-17લસણની કળી
  5. સ્વાદમુજબ મીઠું
  6. 1 ચમચીખાંડ
  7. 1/4 ચમચી હળદર
  8. 1/2 ચમચી ધાણાજીરું
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચી કિચનકિંગ મસાલો
  11. 3-4ચમચા ઘી
  12. 1/2 ચમચી જીરું
  13. 1મોટો કાંદો
  14. 1તમાલપત્ર
  15. દોઢ ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ
  16. 1લાલ સૂકું આખું મરચું
  17. પાલક બ્લાન્ચ કરવા માટે જરૂરી પાણી
  18. 3-4 ગ્લાસઠંડું પાણી તેમજ 10-12 આઈસ કયુબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    પાલકને મોટી સમારીને ધોઈ લો. પછી પાણી નિતારી બાજુ પર રાખો.8-10 લસણની કળીના નાના કટકા કરી લો.બાકીની કળીઓ આખી રાખો. મરચાં તથા આદુના પણ નાના કટકા કરી લો તથા કાંદાને ચોપરમાં એકદમ ઝીણો સમારી લો.

  2. 2

    એક મોટા પહોળા વાસણમાં 2-3 ગ્લાસ પાણી લઈ ઉકળવા મૂકો.બીજી બાજુ મોટા વાસણમાં 3-4 ગ્લાસ એકદમ ઠંડું પાણી લો એમાં આઈસ કયુબ નાંખી એને વધુ ઠંડું કરો.હવે ઉકળતા પાણીમાં પાલક તથા ખાંડ નાંખી ફ્ક્ત 2 મિનિટ સુધી રાખો.

  3. 3

    2 મિનિટ રાખી તરતજ એને બરફના ઠંડા પાણીમાં નાંખી દો.જેથી પાલકની કૂકીંગ પ્રોસેસ બંધ થઈ જાય.હવે પાલકને એકદમ ઠંડી થવા દો.

  4. 4

    લસણની આખી કળીઓ તથા આદુ-મરચાને મિક્સરમાં ક્રશ કરી લો.હવે આમાં જ બ્લાન્ચ કરેલી પાલકને ક્રશ કરી બાજુ પર રાખો. હવે એક કઢાઈમાં 2 ચમચા ઘી ગરમ કરો એમાં જીરું નાંખી એને તતડવા દો.એ તતડે એટલે એમાં તમાલપત્ર નાંખો પછી તરતજ ઝીણો સમારેલો કાંદો નાંખી એને 2મિનિટ માટે સાંતળો.

  5. 5

    2 મિનિટ પછી એમાં હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, તથા શેકેલો ચણાનો લોટ નાંખી હલાવી લો.હવે એમાં ક્રશ કરેલી પાલક નાંખી એનેબરાબર હલાવી એને લગભગ 8-10 મિનિટ ધીમા તાપે થવા દો. જેથી કાચા લસણનો ટેસ્ટ જતો રહે.પછી એમાં કિચનકિંગ મસાલો નાંખો.

  6. 6

    મસાલો નાંખી સહેજ વાર રાખી ગૅસ પરથી ઉતારી લો.હવે એક નાની કઢાઈમાં બાકીનું ઘી ગરમ મૂકી એમાં લસણના ઝીણા કટકા તથા આખું લાલ મરચું નાંખો.

  7. 7

    આ લસણને એકદમ લાલ થવા દો.પછી એને નવશેકું ઠંડું પડવા દો.હવે આ લસણને સબ્જીને પીરસો ત્યારે એના ઉપર એને ઘી વાળા લસણથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes