મગની દાળના ઘુઘરા

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શેર કરો

ઘટકો

  1. 1 કપછડી મગની દાળ
  2. 2ત્રણ મરચા ઝીણા સમારેલા
  3. ૬-૭ મીઠા લીમડાના પાન
  4. 2 ચમચીખાંડ
  5. 1 ચમચીઆમચૂર પાઉડર
  6. 1 ટીસ્પૂન વરિયાળી
  7. 1 ટીસ્પૂન તજ પાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીટોપરાનું છીણ
  10. રૂટીન મસાલાઓ જરૂર મુજબ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. મેંદાની કણક જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ મોગર દાળ ની પલાળી ને તેનું પાણી નિતારી લો અને બધા મસાલાઓ તૈયાર કરો

  2. 2

    કડાઈમાં તેલ રહે તેમાં જીરાનો વઘાર કરી લીલા મરચા ને સાંતળી તેમાં મગની દાળ ધીરા તાપે સાંતળો

  3. 3

    ઉપર જણાવેલ આપણા ટેસ્ટ મુજબના રૂટિન મસાલાઓ ટોપરાનું છીણ, આમચૂર પાઉડર,તજ પાઉડર,નાખી બધું સારી રીતે હલાવી મિક્સ કરી 1/2 કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી દાળને ચડવા દો

  4. 4

    મેંદાના લોટમાં મીઠું અને મુઠ્ઠી પડતું તેલનું મોણ નાખી તેની કણક બાંધી 10 થી 15 મિનિટ રેસ્ટ આપો

  5. 5

    તેમાંથી નાનો લૂઓ લઈ પૂરી વાણી મગની દાળનું તૈયાર કરેલ સ્ટફિંગ ભરી બંને કિનારી દબાવી તેને ઘૂઘરાની કાંગરી વાળો

  6. 6

    તેલ ગરમ કરી તેમાં ધીરા તાપે ગુલાબી થાય ત્યાં સુધી તેને તળી લો.

  7. 7

    આમલીની ચટણી સાથે મગની દાળના ઘુઘરા ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes