મગની દાળના પકોડા

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપમગની દાળ
  2. 1/2ચમચી મીઠું
  3. 1 ચમચીશેકેલું જીરું
  4. ૨ નંગઝીણા સમારેલા લીલાં મરચાં
  5. ૧ નંગઝીણું સમારેલું આદુ
  6. ૧ નંગઝીણા સમારેલા કાંદા
  7. ૫-૬ લીમડાના પાન
  8. ૨ ચમચીકોથમીર
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને સારી રીતે ધોઈ અને પાણીમાં એક કલાક માટે પલળવા દો.

  2. 2

    હવે એક કલાક પછી મગની દાળનું પાણી કાઢી મગની દાળને મિક્સરમાં પીસી લો.

  3. 3

    હવે મગની દાળનું મિશ્રણ એક બાઉલમાં કાઢી, તેમાં સમારેલા કાંદા, સમારેલું આદું, ઝીણા સમારેલા લીલા મરચાં, શેકેલુ જીરૂ, લીમડાના પાન, કોથમીર ઝીણી સમારેલી અને સ્વાદ પ્રમાણે મીઠું લઇ આ બધું મિક્સ કરો.

  4. 4

    હવે પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે મગની દાળના પકોડા તેલમાં ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી થવા દો.

  5. 5

    હવે પકોડાને નીચે ઉતારી ડીશમાં લઈ તેને ફુદીનાની ચટણી અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.

  6. 6

    તમે આ પકોડાને ચા સાથે સવારે નાસ્તામાં પણ લઇ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes