ફ્રોઝન રબડી (Frozen Rabdi recipe in Gujarati)

#SSM
સુપર સમર મીલ્સ
ઉનાળા માં ગરમી વધુ પ્રમાણ માં હોવાથી દરેક ને ઠંડુ ખાવા પીવા નું મન થાય. આજે મે રબડી બનાવી છે. આમ તો રબડી લિકવિડ ફોર્મ માં સર્વ કરવા માં આવે છે. પણ આજે મે સરળતાથી, ઓછી સામગ્રી માં બનતી રબડી બનાવી છે જેને મે ફ્રોઝન ફોર્મ માં સર્વ કરી છે.
ફ્રોઝન રબડી (Frozen Rabdi recipe in Gujarati)
#SSM
સુપર સમર મીલ્સ
ઉનાળા માં ગરમી વધુ પ્રમાણ માં હોવાથી દરેક ને ઠંડુ ખાવા પીવા નું મન થાય. આજે મે રબડી બનાવી છે. આમ તો રબડી લિકવિડ ફોર્મ માં સર્વ કરવા માં આવે છે. પણ આજે મે સરળતાથી, ઓછી સામગ્રી માં બનતી રબડી બનાવી છે જેને મે ફ્રોઝન ફોર્મ માં સર્વ કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
જાડા તળિયા વાળી કડાઈ માં તેજ આંચ પર લગાતાર ચલાવતા દૂધ ગરમ કરવા મૂકો. દૂધ અડધું રહે ત્યાં સુધી ઉકળવા દો. થોડી થોડી વારે સાઇડ પર થી જામેલી મલાઈ ને ચમચા થી કાઢી ને ઉકળતા દૂધ માં નાખતા જાઓ.
- 2
હવે એક વાડકી માં ૧ ચમચી દહીં લો. એમાં ૧ કડછી કડાઈ માં ઉકળતું દૂધ ઉમેરી મિક્સ કરી લો. આ મિશ્રણ એક એક ચમચી કડાઈ માં ઉમેરતા જાઓ અને ધીમા તાપે સતત ચલાવતા રહો. આમ કરવાથી દૂધ જાડું થયા પછી માવો નહિ થાય. લચ્છા થશે.
- 3
દૂધ ૧/૪ ભાગ નું રહે ત્યારે સાકર ઉમેરી ૫ મિનિટ તેજ આંચ પર લગાતાર ચલાવતા ઉકાળી લો અને ગેસ બંધ કરી લો. રબડી ઠંડી થઇ રુમ ટેમ્પ્રેચર માં આવે એટલે ફ્રિઝર માં મૂકી સેટ કરી લો.
- 4
હવે ઠંડી ઠંડી ફ્રોઝન રબડી પિસ્તા ની કતરણ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
-
પાન રબડી વીથ જલેબી (Paan Rabdi with jalebi recipe in Gujarati)
#MDC#RB5મારા મમ્મીને રબડી ભાવે...જલેબી પણ ભાવે અને અમારે પાનની દુકાન હતી એટલે પાન પણ ભાવે એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મારા મમ્મી માટે પાન ફ્લેવર રબડી વીથ જલેબી બનાવી છે.જલેબી ની લીંક અહીં છે.👇https://cookpad.wasmer.app/in-gu/recipes/12223227- Hetal Vithlani -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
રબડી (Rabdi recipe in gujarati)
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે. Jignasha Upadhyay -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
ચિલ્ડ રબડી (chilled rabdi recipe in Gujarati)
#સમરઉનાળા મા ઠંડી, મલાય દાર રબડી ખુબ જ ઠંડક આપે છે બનાવવા મા સરળ અને સ્વાદ મા ખુબ જ સરસ. Varsha Karia I M Crazy About Cooking -
રબડી (શ્રીનાથજી સ્પેશ્યલ)
#Lunch Recipe#Cooksnap Challengeશ્રીનાથજી ની આ રબડી ખુબ પ્રખ્યાત છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે.આજે મારે ઉપવાસ હોવાથી લંચ માં રબડી બનાવી છે. Arpita Shah -
-
ઠંડાઈ રબડી (Thandai Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_special#milkકાળઝાળ ગરમીમાં રોજ કઈક નવું ઠંડુ પીવા નું મન થાય છે ,ગઈ કાલે ગેસ્ટ આવ્યા હતા તો મે આ ઠંડાઈ રબડી બનાવી હતી .ઘર ની બનાવેલી રબડી બધાને ભાવી અને ગેસ્ટ નું પણ સચવાઈ ગયું. Keshma Raichura -
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
"રબડી"(rabdi in Gujarati)
#Goldanapron3#week23 વ્રત#માઈઈબુકપોસ્ટ-૧૩#વીકમીલ૨પોસ્ટ-૧ સ્વીટ'મથુરાની સ્પે. "રબડી" આજે અષાઢી બીજ હોવાથી ભગવાનને પ્રસાદ રૂપે ધરાવવા માટે હું "રબડી"ની રેશિપી રજુ કરૂં છું.વળી બધી વસ્તુ ફરાળમાંખાઈ શકાય. એમ છે.તેથી વ્રત રહેનાર પણ રબડી ખાઈ શકે છે. Smitaben R dave -
રબડી ડીલાઈટ(rabdi delight in Gujarati)
#વિકમીલ2રબડી ડીલાઈટ ખુબજ ફટાફટ બની જતી સ્વીટ છે જેને તમે સ્ટાર્ટર કે સ્વીટ તરીકે સર્વ કરી શકો છો. Sneha Shah -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે Kalpana Mavani -
લચ્છા રબડી (Laccha Rabdi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ7#માઇઇબુક#પોસ્ટ14લચ્છા રબડી એ દૂધ ને ઉકાળી ને બનાવામાં આવતી પ્રચલિત મીઠાઈ છે. મૂળભૂત રીતે ઉત્તર ભારત અને રાજસ્થાન ની આ મીઠાઈ એ પોતાની ચાહના ભારત ભર માં ફેલાવી છે.આ રબડી બનાવા માં ધીરજ ની ખાસ જરૂર છે કારણ કે તેને બનાવા માં સમય વધુ લાગે છે. Deepa Rupani -
-
બદામ રબડી
#RB20#cookpadgujarati#SJR#SFRરબડી એ ઉતર ભારતની ટ્રેડિશનલ સ્વિટ છે.જે બધા જ લોકોને ખૂબ જ પસંદ છે. કોઈપણ તહેવાર હોય કે હોલી ડે હોય લોકો રબડી ખાવા નું કે બનાવવા નું પસંદ કરતાં હોય છે. આમ તો રબડી બનાવવા માટે ધીરજની જરૂર હોય છે કેમકે તેના માટે ઘણો સમય જોઈએ છે.રબડી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે રોઝ રબડી, કોકોનટ રબડી, ચોકલેટ રબડી, પીસ્તા રબડી, બદામ રબડી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે બદામ રબડી બનાવી છે. Ankita Tank Parmar -
ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી(Gokul Mathura Special Rabdi Recipe In Gujarati)
જાત્રા ના સ્થળ માં નું એક ગોકુલ મથુરા કે જયાં આ રબડી ટ્રેડિશનલ માટીના પોટ ( કુયડી )મા સર્વ કરવામાં આવે છે.બારે રસ્તા ઉપર ગરમ ગરમ વહેચતા હોય છે . પણ અમે લોકો એ મીઠાઈ ની દુકાન મા ઠંડી રબડી પીધી હતી એકદમ yummy 😋 હતી. હજુ એ ટેસ્ટ મોઢા માથી ગયો નથી .આજે મેં ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી બનાવી. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી રબડી મળી જાય તો પીવાની મજા આવી જાય. Sonal Modha -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
રબડી (Rabdi Recipe in Gujarati)
#GA4#Week9#post3#Mithaiઆ વીકમા રોજ એક રેસીપી મુકી શકાય એવો ટાસ્ક છે, આજે દીવાળી ના મીઠાઈમાં દુધની રબડી બનાવી તેમા ખાંડ ને કેરેમલાઈસ્ડ કરીને નાખી છે તો રબડી નો સ્વાદ અને રંગ બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 # post 2 ગરમી માં ઠંડી વસ્તુ સારી લાગે છે લગ્ન પ્રસંગ માં ઉનાળા ના લગ્ન માં ખાસ જોવા મળે છે Bina Talati -
માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
#XS#MBR9#week9 આ રબડી સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અને તેને પૂરી સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
-
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઈ, ગુલાબ રબડી (Makai Gulab Rabdi Recipe In Gujarati)
#GA4#Week8ખીર,અને રબડી આપણી પ્રાચીન સમયથી બનતી વાનગી છે,તે દરેક ના ઘરમાં બનતી સ્વાદિષ્ટ ડીશ છે, દૂધ માં આપણ ને કેલ્શિયમ મળે છે, મકાઈ માં થી આપણ ને વિટામિન બી,મિનીરલસ,કોપરા, ઝીંક, મળે છે, ગુલાબ માંથી antioxidant મળે છે.મે બધું મિક્સ કરી ને એક સ્વાદીષ્ટ મકાઈ, ગુલાબ રબડી બનાવી છે. Mayuri Doshi -
રબડી (Rabdi Recipe in Gujarati)
રબડી જોતા જ માેઢામાં પાણી આવી જાય.. આધુનિક વાનગીઆેએ હાલ પાૈરાણિક વાનગીઓનું સ્થાન ડગમગાવાની કાેશીશ તો કરી છે .. પણ થઈ શક્યુ નથી.. રબડી એટલે રબડી😋 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ડ્રાયફ્રુટ શેક
સમર સુપર મીલ્સ#SSM : ડ્રાયફ્રુટ શેકઉનાળા મા ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે . અમારા ઘરે દરરોજ રાતના મિલ્ક શેક બને જ .અલગ અલગ ફ્લેવર નુ ક્યારેક ફ્રુટ અને ક્યારેક ડ્રાયફ્રુટ અને આઈસ્ક્રીમ નાખી ને બનાવુ . Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (4)