હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#ML
આ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.
Cooksnap
@cook_25420108

હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા

#ML
આ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.
Cooksnap
@cook_25420108

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વ
  1. સ્ટફીંગ માટે : 1 કપ બાફેલા મગ (આખા રાખવા)
  2. 1/2કપ બાફેલા બટાકા નો માવો
  3. 1/4કપ ઓટ્સ નો પાવડર
  4. 2ટી સ્પૂન તેલ
  5. 1ટી સ્પૂન જીરૂ
  6. 1ટે સ્પૂન આદુ-મરચાં - લસણ ની પેસ્ટ
  7. 1ટી સ્પૂન આમચૂર પાવડર
  8. 1ટી સ્પૂન ચાટ મસાલો
  9. 1/2ટી સ્પૂન લીંબુ નો રસ
  10. 1ટી સ્પૂન સાકર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. મસાલા પેસ્ટ માટે : 1 ટી સ્પૂન લાલ મરચું
  13. 1/2ટી સ્પૂન હળદર
  14. 1ટી સ્પૂન ધાણા જીરું
  15. બીજી સામગ્રી : 1 કપ મલ્ટી ગ્રેન લોટ ની કણક
  16. ઘી પરોઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મસાલા પેસ્ટ : એક વાડકી માં લાલ મરચું, હળદર અને ધાણા જીરું નાંખી 2 ટી.સ્પૂન પાણી નાંખી, ઘટ્ટ પેસ્ટ તૈયાર કરવી. સાઈડ પર રાખવી.

  2. 2

    સ્ટફીંગ : આખા મગ ને ધોઈ ને પાણી માં 3-4 કલાક માટે પલાળવા. પછી પ્રેશર કુકર માં મગ લઈ એકદમ થોડું પાણી નાંખી 2 સીટી લઈ બાફી લેવા. બટાકા ને પણ બાફી ને છાલ કાઢી, મેશ કરી લેવા. આદુ-મરચાં - લસણ ની પેસ્ટ વાટી ને સાઈડ પર રાખવી.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરું નાંખી, જીરું ખીલે એટલે હીંગ, આદુ-મરચાં - લસણ ની પેસ્ટ નાંખી સોતે કરવી. મસાલા પેસ્ટ નાંખી, સોતે કરવી.

  4. 4

    પછી અંદર મેશ કરેલા બટાકા, બાફેલા મગ અને 1 ટે સ્પૂન પાણી નાંખી મીકસ કરવું, જેથી બધો મસાલો સરખો મીકસ થઈ જશે. છેલ્લે ચાટ મસાલો, આમચૂર પાવડર, સાકર, લીંબુ નો રસ અને ઓટ્સ નો પાવડર નાંખી મીકસ કરવું. ઉપર કોથમીર છાંટી ને ગેસ બંધ કરવો.

  5. 5

    પરોઠા : મલ્ટીગ્રેન લોટ ની કણક ને 1 ટી સ્પૂન તેલ થી કેળવી લઈ, એકસરખા લુઆ કરવા. 1 લુઓ લઈ મોટી પૂરી અટામણ લઈ ને વણવી. વચ્ચે 1 -1 1/2 ટે.સ્પૂન સ્ટફીંગ મુકીને કચોરી ની જેમ વાળવું. ઉપર નું વધારા નું કાઢી લેવું.

  6. 6

    થોડું જાડું અને મોટું પરોઠું વણવું. પહેલા પેન ઉપર બંને સાઈડ કોરી શેકવી.બંને સાઈડ કડક થાય એટલે ઉપર ઘી મુકીને પરોઠું શેકવું. બંને સાઈડ કડક કરવી.

  7. 7

    પરોઠું શેકાઈ જાય એટલે પ્લેટ માં કાઢી લેવું.

  8. 8

    આવીજ રીતે બીજું પરોઠું પણ શેકવું. ગરમાગરમ પરોઠા ને મસાલા દહીં સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes