ગ્રેવીવાળા લસણીયા બટાકા

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ કાઢીયાવાડી સ્પેશ્યલ વાનગી બહુજ તીખી તમતમતી પણ બહુજ ટેસ્ટી લાગે છે.

ગ્રેવીવાળા લસણીયા બટાકા

આ કાઢીયાવાડી સ્પેશ્યલ વાનગી બહુજ તીખી તમતમતી પણ બહુજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3-4 સર્વ
  1. 11-12નાની બટાકી
  2. 4ટી સ્પૂન લાલ મરચું
  3. 1ટી સ્પૂન સંચળ પાવડર
  4. 1/2ટી સ્પૂન ગરમ મસાલો
  5. 1ટી સ્પૂન તેલ --- મેરીનેશન માટે
  6. ગ્રેવી માટે : 2 ટે સ્પૂન તેલ
  7. 1/2ટી સ્પૂન જીરૂ
  8. 1જીણો સમારેલો કાંદો
  9. 2જીણા સમારેલા ટામેટા
  10. 1+ 1 ટે.સ્પૂન કોથમીર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. લસણની પેસ્ટ : 10-12 કળી લસણ
  13. 1ટી સ્પૂન લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    પ્રથમ બટાકી ને ધોઈ ને પ્રેશર કુકર માં મીઠું લગાડી ને બાફી લેવી. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર બટાકી કાઢી, છાલ ઉતારી લેવી. લસણ - મરચાં ની પેસ્ટ muddle કરી લેવી. ટામેટાં અને કાંદા ને જીણા સમારી લેવા.

  2. 2

    મેરીનેશન : બટાકી ને બાઉલ માં લઈ ને ઉપર લાલ મરચું, સંચળ પાવડર અને મીઠું નાંખી ટોસ કરી, 15 મીનીટ ઢાંકી ને રાખવી.

  3. 3

    ગ્રેવી : પેન માં તેલ ગરમ કરી અંદર જીરું સોતે કરવું. પછી કાંદા અને લસણ - મરચાં ની પેસ્ટ સોતે કરવી. ટામેટાં ને સોતે કરવા. 1/4 કપ પાણી નાંખી, ટામેટા ને એકદમ ગ્રેવી જેવા મેશ થાય ત્યાં સુધી કુક કરવા.

  4. 4

    હવે મેરીનેટેડ બટાકી એડ કરવી. 1/2 કપ ગરમ પાણી નાંખી, લાલ મરચું અને ગરમ મસાલો નાંખવો. છેલ્લે મીઠું નાખી મિક્સ કરી, 5 મીનીટ કુક કરી, ગેસ બંધ કરવો.

  5. 5

    ગ્રેવીવાળા લસણીયા બટાકા ને ગરમાગરમ ફુલકા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes