ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા

Leena Mehta
Leena Mehta @DesiTadka26
Ahmedabad

આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે.

ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ જણ માટે
  1. ૧ કપ રાગી
  2. ૧/૪ કપ રવો
  3. ૩ ચમચા ફણગાવેલા મગ
  4. ૧ ચમચો વાટેલા મરચાં-લસણ+ ૨ ચમચા વાટેલા ફણગાવેલા કઠોળ
  5. મીઠું ને હળદર સ્વાદ મુજબ
  6. ૧ ચમચી ઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાગી ને ૭-૮ મિનિટ ધીમા તાપે કોરું શેકી લો.

  2. 2

    ઠંડી થાય પછી વાટી ને લોટ બનાવી લેવો.

  3. 3

    તેમાં રવો ને ખાતું દહીં ઉમેરો. ૨-૩ કલાક માટે મૂકી રાખો.

  4. 4

    ફણગાવેલા મગ ને મરચાં ને લસણ સાથે જાડું વાટી લો.

  5. 5

    તેમાં મીઠું, હળદર, લીલો મસાલો, રાગી નું મિશ્રણ ઉમેરી ને એક દિશા માં હલાવું.

  6. 6

    ઇનો નાખી ને બરાબર હલાવી લો.

  7. 7

    તેલ ચોપડેલી થાળી માં આ ખીરા ને રેડો. ઉપર થોડા ફણગાવેલા મગ ભભરાવો.

  8. 8

    ૧૫-૨૦ મિનિટ સુધી સ્ટીમ કરી લો.

  9. 9

    કોપરા-સીંગ ની ચટણી સાથે પીરસો.

  10. 10

    તૈયાર છે ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Mehta
Leena Mehta @DesiTadka26
પર
Ahmedabad
I am an entrepreneur and cooking is my love. HeadChef @ Desi Tadka.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes