દૂધી ના મુઠીયા

Nita Bhatia
Nita Bhatia @cook_8180184

આ ગુજરાતી વાનગી નાસ્તા માં કે જમવા માં લઇ શકાય છે

દૂધી ના મુઠીયા

આ ગુજરાતી વાનગી નાસ્તા માં કે જમવા માં લઇ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ૧/૨ કપઘઉં નો લોટ
  2. ૩ ચમચાબેસન
  3. ૧/૨ ચમચીલાલ મરચાં ની ભૂકી
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૨-૩ ચમચીખાંડ
  6. ૧/૨ ચમચીવાટેલા આદુ મરચા
  7. ૧ ચમચીલીંબુ નો રસ
  8. ૧ ૧/૨ ચમચાતેલ
  9. ૧/૪ કપકોથમીર
  10. ૨૫૦ ગ્રામછીણેલી દૂધી
  11. સ્વાદાનુસારમીઠું
  12. વઘાર માટે
  13. ૨ ચમચાતેલ
  14. ૧ ચમચોરાઈ
  15. ૨ ચમચાતલ
  16. થોડોલીમડો
  17. લાલ સૂકું મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં ઘઉં નો.લોટ, બેસન, બધા મસાલા, મીઠું, વાટેલા આદુ મરચાં લીંબુ નો રસ, તેલ, કોથમીર ને છીણેલી દૂધી ઉમેરી ને ભેળવી લેવું. બધું બરાબર હલાવી ને ભેળવવું

  2. 2

    એક મોટા વાસણ માં પાણી ગરમ મુકો. તેમાં કૂકર નો ડબ્બો મૂકી ને તેની ઉપર એક ઢાંકણું મુકો.

  3. 3

    થોડું તેલ હથેળી માં ચોપડી ને મિશ્રણ ના લાંબા રોલ બનાવી નો ૨૦-૨૫ મિનિટ માટે સ્ટીમ કરી લો.

  4. 4

    ઠંડુ થાય પછીજ તેના પૈતા કાપી લો

  5. 5

    વઘાર માટે-એક પેન માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, તલ, સૂકા લાલ મરચાં ને લીમડો સાંતળો

  6. 6

    રાય તતડે એટલે હિંગ નાખી ને મુઠીયા પર વઘાર રેડી દો

  7. 7

    પીરસવા માટે પ્લેટ માં કાઢો

  8. 8

    કોથમીર ભભરાવી ને સજાવો

  9. 9

    ચા સાથે માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Bhatia
Nita Bhatia @cook_8180184
પર

ટિપ્પણીઓ

Similar Recipes