ચોકલેટ કૂકીઝ

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ખમણેલી ડાર્ક ચોકલેટ
  2. ૧ ૧/૪ કપ સેલ્ફ રેસિંગ લોટ
  3. ૧/૨ કપ દૂધનો પાવડર
  4. ૩/૪ કપ નરમ માખણ
  5. ૨ ટેબલસ્પૂન કેસ્ટર શુગર
  6. ૨ ટેબલસ્પૂન બ્રાઉન શુગર
  7. ૧/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
  8. ૧/૨ ટીસ્પૂન વેનિલાનું ઍસન્સ
  9. ૧/૪ કપ ચોકલેટ ચિપ્સ્

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ઊંડા બાઉલમાં ચારણી વડે સેલ્ફ રેસિંગ લોટને ચાળી લો.
    તે પછી તેમાં દૂધનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

  2. 2

    માઇક્રોવેવ સેફ બાઉલમાં ડાર્ક ચોકલેટ લઇને તેને માઇક્રોવેવના ઉંચા તાપમાન પર ૩૦ થી ૪૦ સેકંડ અથવા ચોકલેટ બરોબર પીગળી જાય ત્યાં સુધી માઇક્રોવેવ કરી લો. પછી બહાર કાઢી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

  3. 3

    બીજા એક ઊંડા બાઉલમાં માખણ, કેસ્ટર શુગર અને બ્રાઉન શુગર મેળવીને ઇલેટ્રીક બીટર (electric beater) વડે ૬ થી ૭ મિનિટ અથવા મિશ્રણ હલકું અને મલાઇદાર થાય ત્યાં સુધી ફીણી લો.
    તે પછી તેમાં કન્ડેન્સ્ડ મીલ્ક, પીગળાવેલી ચોકલેટ અને વેનિલાનું ઍસન્સ મેળવી ચપટા ચમચા (spatula) વડે મિક્સ કરી લો.

  4. 4

    તે પછી તેમાં સેલ્ફ રેસિંગ લોટ-દૂધના પાવડરનું મિશ્રણ મેળવી ચપટા ચમચા (spatula) વડે સારી રીતે મિક્સ કરી સુંવાળી કણિક જેવું બનાવો.
    છેલ્લે તેમાં ચોકલેટ ચિપ્સ્ મેળવી સારી રીતે મિક્સ કરી લો.

  5. 5

    આમ તૈયાર થયેલા ચોકલેટના મિશ્રણને ક્લીંગ ફીલ્મ (cling film) વડે સખત બંધ કરી રેફ્રીજરેટરમાં ૨૦ મિનિટ સુધી રાખી મૂકો.
    તે પછી બેકીંગ ટ્રે પર એક એલ્યુમિનિયમ ફોઇલ મૂકો.
    હવે ચોકલેટના કણિકને આઇસક્રીમના સ્કુપ વડે કાઢીને એલ્યુમિનિયમ ફોઇલ પર સરખા અંતરે મૂક્તા જાવ. આ ચોકલેટની કણિક વડે લગભગ ૧૫ કુકીઝ તૈયાર થશે.
    આ કુકીઝને ફોર્ક (fork) વડે દબાવી ૫૦ મી. મી. (૨”)ના ગોળકાર કુકીઝ બનાવો.

  6. 6

    આમ તૈયાર થયેલા કુકીઝને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૬૦° સે (૩૨૦° ફે) તાપમાન પર ૪૫ મિનિટ સુધી બેક કરી લો.
    તે પછી તેને ઑવનમાંથી બહાર કાઢી ઠંડા થવા ૧૦ થી ૧૫ મિનિટ બાજુ પર રાખો.
    જ્યારે ઠંડા પડે ત્યારે પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
પર
India
Community Lead at Cookpad India. I love to cook for my friends and family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
સારી રીતે બનાવેલી આ બાનગી હું ચોક્ક્સ બનાવીશ

Similar Recipes