ચોકલેટ આઇસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)

Bansi patel
Bansi patel @Bansi123

ચોકલેટ આઇસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minute
4 સર્વિંગ્સ
  1. 1 કપખમણેલી ડાર્ક ચોકલેટ
  2. ૧/૨ કપસાકર
  3. ૧ ટેબલસ્પૂનકોર્નફ્લોર
  4. થોડાટીપા વેનીલાનું એસેન્સ
  5. ૧/૨ કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

20 minute
  1. 1

    એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને બાજુ પર રાખો.એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ચોકલેટ અને ૧/૨ કપ દૂધ મેળવી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી ગરમ કરી લીધા પછી તેને બાજુ પર રાખો.

  2. 2

    બીજા પહોળા નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલા ૨ કપ દૂધમાં સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.

  3. 3

    તે પછી તેમાં તૈયાર કરેલું ચોકલેટનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડું થવા દો.જ્યારે સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેમાં તાજું ક્રીમ અને વેનીલા એસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનયમના વાસણમાં રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.

  4. 4

    તે પછી આ મિશ્રણને મિક્સરમાં ફેરવી સુંવાળું બનાવી લો.હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.સ્કુપ વડે કાઢીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi patel
Bansi patel @Bansi123
પર

ટિપ્પણીઓ

Similar Recipes