રાજ કચોરી

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

બનાવવા મા સરળ અને ખાવા મા ચટપટી...કચોરી બનાવીને રાખી દો અને સર્વ કરો ત્યારે ભરો..... મસ્ત મજાની ડીશ છે.

રાજ કચોરી

બનાવવા મા સરળ અને ખાવા મા ચટપટી...કચોરી બનાવીને રાખી દો અને સર્વ કરો ત્યારે ભરો..... મસ્ત મજાની ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 કપમેેંદો
  2. 1/4 કપસુજી
  3. 2 ચપટીબેકીંગ સોડા
  4. તેલ તળવા માટે
  5. કચોરી ભરવા માટે:-
  6. 10નંગ મગ દાળ ની પકોડી
  7. 1નાનો કપ બાફેલા ઝીણા સમારેલા બટેટા
  8. 1નાનો કપ મગ કે ચણા બાફેલા
  9. 1 કપતાજું ફેટેલુ અહી
  10. 1 ચમચીશેકેલુ જીરું
  11. 1 ચમચીસંચળ
  12. મીઠું, મરચું, મીઠી ચટણી, લીલી ચટણી, સેવ ભુજીયા, દાડમ ના દાણા, કોથમીર...અને નાયલોન સેવ... આ બઘી જ સામગ્રીને તમે તમારા ટેસ્ટ મુજબ લઇ શકો..

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મેદો અને સુજી મા બેકીંગ સોડા નાંખી પાણીમાં કઠણ લોટ બાંધવો.

  2. 2

    આ લોટ મસળી મસળીને નરમ કરો.

  3. 3

    તળવા માટે તેલ ગરમ કરો.

  4. 4

    લોટ કપડાં થી ઢાંકી રાખો.

  5. 5

    એક લુવો લઇ પુરી બનાવી તળી લો.

  6. 6

    પુરી તરતી વખતે થોડી દબાવતા રહો જેથી ફુલે.

  7. 7

    આમ બધી પુરી તૈયાર કરી ઠરવા દો ઢાકો નહીં.

  8. 8

    વચ્ચે કાણું કરી પકોડી અને મરજી મૂજબ નું બધું સ્ટફીગ ભરો.

  9. 9

    તૈયાર છે રાજ કચોરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes