લાઈટ બ્રેકફાસ્ટ રેસીપી  જીરા ખાખરા

megha sachdev
megha sachdev @cook_13692985

ખાખરા આપળા ગુજરાતીઓ ની પારંપરીક રેસીપી છે. ખાખરા ખાવા માં હળવા હોય છે. તેથી તે નાસ્તા માં ખવાય છે. ખાખરા અલગ અલગ કેટલા સ્વાદ માં બનાવી શકાય છે. સાદા ખાખરા, માસલા ખાખરા, મેથી ખાખરા ચાટ ખાખરા, અને જીરા ખાખરા.

તો આજે હું લઇ ને આવી છું. તેમાં ના જીરા ખાખરા જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે. અને જીરા ના લીધે તે નાના મોટા સૌ ને ભાવે છે.

ખાખરા અથાણું જોડે ખુબ જ સરસ લાગે છે.

ખાખરા ઘઉં ના લોટ ના બને છે. તેથી બાળકો ગમે એટલા પ્રમાણ માં ખાખરા ખાઈ શકે છે. આ ખાખરા એકદમ બહાર માર્કેટ માં મળતા ખાખરા જેવા જ ક્રન્ચી બને છે.

તેમજ આ ખાખરા ને લાંબો સમય સુધી ડબ્બા માં ભરી સ્ટોર પણ કરી શકાય છે.

તો ચલો બનાવીએ જીરા ખાખરા. જેને આપણે આજે બે અલગ અલગ રીત થી બનાવીશું.

લાઈટ બ્રેકફાસ્ટ રેસીપી  જીરા ખાખરા

ખાખરા આપળા ગુજરાતીઓ ની પારંપરીક રેસીપી છે. ખાખરા ખાવા માં હળવા હોય છે. તેથી તે નાસ્તા માં ખવાય છે. ખાખરા અલગ અલગ કેટલા સ્વાદ માં બનાવી શકાય છે. સાદા ખાખરા, માસલા ખાખરા, મેથી ખાખરા ચાટ ખાખરા, અને જીરા ખાખરા.

તો આજે હું લઇ ને આવી છું. તેમાં ના જીરા ખાખરા જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે. અને જીરા ના લીધે તે નાના મોટા સૌ ને ભાવે છે.

ખાખરા અથાણું જોડે ખુબ જ સરસ લાગે છે.

ખાખરા ઘઉં ના લોટ ના બને છે. તેથી બાળકો ગમે એટલા પ્રમાણ માં ખાખરા ખાઈ શકે છે. આ ખાખરા એકદમ બહાર માર્કેટ માં મળતા ખાખરા જેવા જ ક્રન્ચી બને છે.

તેમજ આ ખાખરા ને લાંબો સમય સુધી ડબ્બા માં ભરી સ્ટોર પણ કરી શકાય છે.

તો ચલો બનાવીએ જીરા ખાખરા. જેને આપણે આજે બે અલગ અલગ રીત થી બનાવીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  1. ૧ વાડકો ઘઉં નો લોટ,
  2. ૧ વાડકો જેટલું દૂધ (લોટ બાંધવા),
  3. ૨ ચમચી ચણા નો લોટ,
  4. ૧ ચમચી જીરું,
  5. ૧/૨ ચમચી હળદળ,
  6. ૧ ચમચી નમક,
  7. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે સામગ્રીઓ લઇ લઈશું. જેમાં આપણે લઈશું ઘઉં નો લોટ, ચણા નો લોટ, દૂધ, જીરું જેને આપણે ખાંડણી માં પીસી લઈશું. અથવા તેને વેલણ વડે કચડી લેવું. ત્યાર બાદ જેટલા પ્રમાણ માં લોટ હોય એટલા પ્રમાણ માં નમક અને હળદળ ઉમેરવી. ખાખરા તીખા પસંદ હોય તો મરચું પાઉડર પણ લઇ શકો.

  2. 2

    હવે એક મોટા બાઉલ અથવા કથરોટ જેમાં આપણે લોટ બાંધી શકીએ તેમાં બધા જ લોટ કાઢી લેવા. જેમાં લઈશું ઘઉં નો લોટ, ચણા નો લોટ, નમક, હળદળ અને લઈશું જીરું જેને ખાંડણી માં પીસી લીધું છે. તમે ચાહો તો આખું જીરું પણ ઉમેરી શકાય છે.

  3. 3

    હવે બધી જ સામગ્રીઓ ને પ્રોપર મિક્ષ કરી લેવું. ત્યાર બાદ જરૂર મુજબ તેમાં દૂધ ઉમેરતા જવું અને લોટ બાંધી લેવો. તમે ચાહો તો થોડું પાણી પણ ઉમેરી શકો છો. અથવા એકલા દૂધ માં પણ લોટ બાંધી શકાય છે.

  4. 4

    લોટ બંધાય ગયા બાદ તેને એક બાઉલ માં કાઢી લઈશું અને તેના પર ડીશ ઢાકી અને ૨૦ થી ૨૫ મિનીટ સુધી તેને રેહવા દેવો.

  5. 5

    ત્યાર બાદ તેને ફરી એક કથરોટ માં કાઢી તેમાં જરૂર મુજબ મોણ (તેલ) ઉમેરી અને હાથ વડે ટીપી લઈશું. તમે ચાહો તો ઘી પણ મોણ માં લઇ શકાય છે.

  6. 6

    હવે લોટ ને ખુબ જ ટીપી અને તેમાં થી લોટ ના નાના નાના લુઆ બનાવી લેવા. જેમાં થી ખાખરા વણી શકાય.

  7. 7

    ત્યાર બાદ લુઆ માંથી પાટલા પર રોટલી ની જેમ જ ખાખરા વણી લેવા. પરંતુ ખાખરા ને બને તેટલા પાતળા વણવાના છે. તેથી જરૂર મુજબ ઘઉં નો (કોરો) લોટ લઇ ખાખરા ને પતલા અને મોટા વણી લેવા.

  8. 8

    હવે ખાખરા ને શેકવાના છે. તેની બે રીત છે. જેનાથી આપણે ખાખરા બનાવી શકીએ.

    રીત-૧

    હવે એક લોઢી ગરમ કરો ત્યાર બાદ ખાખરા ને સેકવા માટે મુકો. બને તરફ થોડા થોડા શેકાઈ ગયા બાદ તેને કપડા વડે ખાખરા ની બને તરફ દબાવતા દબાવતા સેકવાનું છે. જેથી તે ફૂલે નહી અને સરખા શેકાઈ જાય.

    ખાખરા બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવું કે ખાખરા ને ખુબ જ ધીમી આંચ ઉપર શેકવા નહિ તો તે બળી જશે.

  9. 9

    રીત-૨

    લોઢી ગરમ કરી તેમાં ખાખરા શેકવા મુકો. ત્યાર બાદ ખાખરા એક તરફ શેકી લીધા પછી તેમાં તેલ અથવા ઘી લગાડવું. તેલ લગાવ્યા બાદ ધીમી આંચ ઉપર ખાખરા ને એક જાડી વાટકી લઇ ખાખરા ને દબાવવું. અને બને તરફ શેકી લેવું.

  10. 10

    આ બને રીત થી ખાખરા થઇ શકે પરંતુ તેલ વગર કપડા થી દબાવીને ખાખરા કરવા થી હેલ્થી બને છે. જેથી જે લોકો ડાયટ કરે છે. તે પણ ખાઈ શકે.

    હવે ખાખરા બની ગયા બાદ તેને સર્વિંગ પ્લેટ માં લઇ આથાણા અથવા ચા જોડે સેર્વ કરો.

  11. 11

    નોંધ:

    લોટ બાંધવામાં દૂધ ની જોડે તમે ચાહો તો થોડું પાણી પણ ઉમેરી શકો છો.

    ખાખરા માત્ર ઘઉં ના લોટ ના પણ બનાવી શકાય છે. ચણા નો લોટ ના ઉમેરો તો પણ ચાલે.

    ખાખરા જે પણ સ્વાદ ના બનાવવા હોય તે લોટ બાંધતા સમયે જ સામગ્રીઓ ઉમેરી લેવી. જેમાં ચાટ મસાલો, મેથી, જીરું વગેરે લોટ બાંધતા સમયે ઉમેરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sachdev
megha sachdev @cook_13692985
પર

ટિપ્પણીઓ

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes