ચોખાની જીરા મસાલા પુરી

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#રાઈસ

આપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો.

ચોખાની જીરા મસાલા પુરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#રાઈસ

આપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ ચોખાનો લોટ
  2. ૧/૨ ચમચી શેકેલું અધકચરુ વાટેલું જીરું
  3. ૧/૨ ચમચી જીરું
  4. ૧ ચમચી તલ
  5. ૧/૨ ચમચી હળદર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૨ ચમચી નવશેકુ તેલ (મોણ માટે)
  8. જરૂર મુજબ નવશેકુ પાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ લઈ તેમાં શેકેલું અધકચરું વાટેલું જીરું, જીરું, તલ, હળદર, મીઠું તથા નવશેકુ તેલ ઉમેરીને મોઈ લો.

  2. 2

    તેમાં જરૂર મુજબ થોડું-થોડું નવશેકુ પાણી ઉમેરીને પુરી વણી શકાય તેવો લોટ બાંધો. લોટને ૧૦-૧૫ મિનિટ ઢાંકીને સેટ થવા મૂકો.

  3. 3

    ત્યારબાદ લોટને તેલથી કેળવીને તેમાંથી નાના લુઆ બનાવો. પુરીને મધ્યમ સાઈઝની વણો. લોટ પ્રમાણસર નરમ રાખવો જો વધુ નરમ હશે તો લુઆને પોલીથીન પર મૂકીને પુરી વણવી પડશે.

  4. 4

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ આંચે તૈયાર કરેલું પુરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

  5. 5

    તૈયાર પુરીને ગરમાગરમ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes