પંજાબી મિસ્સી રોટી વિથ દૂધી નો ઓળો

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867

પંજાબી મિસ્સી રોટી વિથ દૂધી નો ઓળો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
  1. મિસ્સી રોટી માટે:- ૧/૨ કપ ચણાનો લોટ
  2. ૧/૨ કપ ઘઉંનો લોટ
  3. ૧/૨ કપ મેંદો
  4. ૧/૪ કપ સોયા નો લોટ
  5. ૨ ચમચી કસૂરી મેથી
  6. ૧/૪ ચમચી બેંકીંગ પાઉડર
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧/૨ ચમચી અજમો
  9. ૧/૨ ચમચી લાલ મરચું
  10. ૧/૨ ચમચી જીરૂ
  11. ૨ લીલા મરચા બારીક સમારેલા
  12. ૧/૨ ઈંચ ટુકડો આદુ નો છીણેલો
  13. મીઠુ સ્વાદાનુસાર
  14. ૧ ચમચો તેલ મોણ માટે
  15. ટોપિગ માટે:- ૧ ચમચો આખા ધાણા
  16. ૧ ચમચી જીરૂ
  17. ૧ ડુંગળી બારીક સમારેલી
  18. ૨ ચમચા કોથમીર સમારેલી
  19. ૧ ચમચી તલ
  20. ઘી અથવા બટર ચોપડવા માટે
  21. દુધી નો ઓળો માટે:-
  22. ૨ ચમચા તેલ
  23. ૩ નંગ ડુંગળી બારીક સમારેલી
  24. ૧ ચમચો આદુ મરચાં લસણ ની પેસ્ટ
  25. ૨ નંગ ટામેટા સમારેલા
  26. ૧ ચમચી લાલ મરચું
  27. મીઠુ સ્વાદાનુસાર
  28. ૧/૪ ચમચી હળદર
  29. ૧ ચમચી ગરમ મસાલો
  30. ૧ ચમચી ધાણાજીરૂ પાવડર
  31. ૨૦૦ ગ્રામ દુધી બાફી ને પ્યુરી કરેલી
  32. ૩ ચમચા બાફેલા વટાણા
  33. ૪-૫ ટીપાં લીંબુ નો રસ
  34. કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    પંજાબી મિસ્સી રોટી માટે:- એક બાઉલ માં બધી સામગ્રી ભેગી કરી તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    એમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને લોટ બાંધો. ૧૦ મિનીટ ભીના કપડા થી ઢાંકી ને અલગ રાખો.

  3. 3

    ટોપિગ માટે:- સુકા ધાણા અને જીરા ને કડાઈમાં માં કોરા જ શેકી લો. અને તેને અધકચરા વાટી લો. અને તેમાં બાકી ની સામગ્રી મિક્સ કરી લો.

  4. 4

    દસ મિનિટ પછી ફરી લોટ ને મસળો. અને એના એક સરખા લુઆ બનોવો અને દરેક લુઆ ને એક બાજુ ટોપિગ માં રગદોળો.

  5. 5

    હવે દરેક લુઆ માથી થોડી જાડી રોટલો વણી લો.

  6. 6

    એક નોન સ્ટીક તવી ગરમ કરો. એના પર વણેલી રોટલી ને બંન્ને બાજુ થી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

  7. 7

    છેલ્લે તેના પર ઘી અથવા બટર લગાવી તરત જ ઉતારી લો. તેને દહીં, છાશ અથવા ભરતા સાથે પિરસો

  8. 8

    દૂધી નો ઓળો:- એક કડાઈમાં માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખી સાંતળો.

  9. 9

    ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાતળો.

  10. 10

    હવે તેમાં ટામેટા નાખી પાણી નો ભાગ બળે ત્યાં સુધી કુક કરો.

  11. 11

    હવે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરૂ નાખી મિક્સ કરો.

  12. 12

    હવે તેમાં બાફેલી દૂધી નો માવો નાખો. બાફેલા વટાણા નાખી મિક્સ કરો. એક મિનિટ કુક કરો.

  13. 13

    છેલ્લે લીંબુ નો રસ નાખી મિક્સ કરો. હવે તેને બાઉલ માં કાઢી કોથમીર ભભરાવી પીરસો.

  14. 14

    દૂધી ના ઓળા ને પંજાબી મિસ્સી રોટી, છાશ અને સલાડ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
પર

ટિપ્પણીઓ

Similar Recipes