ઘઉં નાં ફાડા નો પુલાવ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#ડિનર
#સ્ટાર
આપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે.

ઘઉં નાં ફાડા નો પુલાવ

#ડિનર
#સ્ટાર
આપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૨ કપ ઘઉં ના ફાડા
  2. ૩ ચમચી તેલ
  3. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  5. ૧ ડુંગળી ઝીણી સમારેલી
  6. ૧ ગાજર ઝીણું સમારેલું
  7. ૪ થી ૫ ફણસી ઝીણી સમારેલી
  8. ૧/૨ કપ વટાણા
  9. ૧/૨ કેપ્સીકમ ઝીણું સમારેલું
  10. ૧ ટામેટું ઝીણું સમારેલું
  11. ૧/૨ ચમચી હળદર
  12. ૧ ચમચી લાલ મરચું
  13. ૧ ચમચી ગરમ મસાલો
  14. ૧/૨ ચમચી મરી પાવડર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નાં ફાડા ને ધોઈ ૧ કલાક પલાળી દેવા. ત્યારબાદ તેને કુકર માં બાફી લેવું અને ઠંડુ થવા દેવું

  2. 2

    કડાઈ મા તેલ મૂકી આદુ મરચાં અને લસણ નાખી ડુંગળી નાખવી. ત્યારબાદ ગાજર, ફણસી અને વટાણા નાખી ઢાંકી દેવું. જેથી બધા શાક પ્રોપર કુક થઈ જાય.

  3. 3

    હવે તેમાં કેપ્સીકમ, ટામેટાં અને બધા મસાલા નાખી શેકવું. ત્યારબાદ ફાડા અને મીઠું નાખી સરખું મિક્સ કરવું.

  4. 4

    તૈયાર છે ફાડા પુલાવ. ગરમ ગરમ સર્વ કરવું કોથમીર થી સજાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes