બ્રાઉની બરફી

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો.

બ્રાઉની બરફી

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫૦ ગ્રામ
  1. ૨ ચમચી કોકો પાઉડર
  2. ૨ ચમચી દૂધ
  3. ૧ કપ કંડેન્સ મિલ્ક
  4. ૧ ચમચી બટર કે ઘી
  5. ૧૦ થી ૧૨ બિસ્કીટ નો ભૂકો
  6. ૩ ચમચી અખરોટ નાં ટુકડા
  7. ૧/૨ કપ મેલ્ટ ચોકલેટ
  8. ૧ નાનો ટુકડો ચોકલેટ બાર
  9. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં કોકો પાઉડર અને દૂધ નાખી પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    ત્યારબાદ તેમાં કંદેન્સ મિલ્ક અને બટર કે ઘી નાખી ગેસ ચાલુ કરવું અને હલાવતા રહેવું. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવો.

  3. 3

    હવે તેમાં બિસ્કીટ નો ભૂકો નાખી સરખું હલાવી ફરી ગેસ ચાલુ કરવો અને ૧ થી દોઢ મિનિટ સુધી હલાવવું. અને પેન થી છૂટી જાય એટલે ગેસ બંધ કરી તેમાં અખરોટ નાં ટુકડા નાખવા.

  4. 4

    હવે એક મોલડ માં તેને પાથરી દેવું.

  5. 5

    ચોકલેટ બાર નાં ટુકડા ને માઇક્રોવેવ માં ૧ થી ૨ મિનિટ માટે ગરમ કરી પીગળાવી દેવુ. અને બિસ્કીટ વાળા મિશ્રણ પર પાથરી દેવું.

  6. 6

    હવે ચોકલેટ નાં ટુકડા ને ખમણી થી કે પિલર થી પિલ કરી ઉપર ભભરાવી દેવું. અને થોડી વાર માટે ફ્રીજ માં મૂકી દેવું.

  7. 7

    પછી તેને મોલ્ડ માં થી બહાર કાઢી ચોકલેટ સીરપ નાખી પીસ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes