છૂટી ખીચડી અને ટમેટા નું ઓસામણ

હેલો ફ્રેન્ડસ ખીચડી તો નોર્મલી બધાં ના ઘર માં બનતી જ હોય છે, પણ આજે મેં છૂટી ખીચડી (તુવેર દાળ અને ચોખા ની) બનાવી છે. જે ખાસ કરીને દેવભૂમી દ્વારકા માં ખુબજ બને છે, અને તેની સાથે ટમેટા-છાશ નું ઓસામણ પીરસાય છે.ખાસ કરી ને ત્યાં ના બ્રાહ્મણો ( લોકો) વધુ બનાવતા હોય છે.તેમના હાથ ના ખીચડી- ઓસામણ ખાઈને તો મજા પડી જાય. ત્યાં ના લોકો નાના- મોટા પ્રસંગ માં ખીચડી, ઓસામણ, પરોઠા, શાક, ડુંગળી ટમેટા નું સલાડ, છાશ અને પાપડ ડીનર માં રાખતા હોય છે. તો ચાલો આજે તે રેસિપિ હું તમારી સાથે શેર કરું છું , જે મારી ખૂબ જ ફેવરિટ છે....
છૂટી ખીચડી અને ટમેટા નું ઓસામણ
હેલો ફ્રેન્ડસ ખીચડી તો નોર્મલી બધાં ના ઘર માં બનતી જ હોય છે, પણ આજે મેં છૂટી ખીચડી (તુવેર દાળ અને ચોખા ની) બનાવી છે. જે ખાસ કરીને દેવભૂમી દ્વારકા માં ખુબજ બને છે, અને તેની સાથે ટમેટા-છાશ નું ઓસામણ પીરસાય છે.ખાસ કરી ને ત્યાં ના બ્રાહ્મણો ( લોકો) વધુ બનાવતા હોય છે.તેમના હાથ ના ખીચડી- ઓસામણ ખાઈને તો મજા પડી જાય. ત્યાં ના લોકો નાના- મોટા પ્રસંગ માં ખીચડી, ઓસામણ, પરોઠા, શાક, ડુંગળી ટમેટા નું સલાડ, છાશ અને પાપડ ડીનર માં રાખતા હોય છે. તો ચાલો આજે તે રેસિપિ હું તમારી સાથે શેર કરું છું , જે મારી ખૂબ જ ફેવરિટ છે....
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી બનાવવા ની રીત : સૌ પ્રથમ દાળ - ચોખા ને મિક્સ કરી 2 વખત પાણી થી ધોઈ લો. પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી 5 મિનિટ માટે પલાળી દો.
- 2
હવે એક કુકર માં તેલ અને ઘી મિક્સ ગરમ મુકો. તે ગરમ થાય એટલે તેમાં વઘાર માટે ના મસાલા નાખી વઘાર કરો.
- 3
હવે તેમાં 1 મોટો ગ્લાસ પાણી અને પલાળેલી ખીચડી (પાણી સહિત) નાખી દો. પછી તેમાં મીઠું, મરચું પાવડર, હળદર, અને ધાણા જીરું પાવડર નાખી મિક્સ કરી કુકર બંધ કરી ને 3 સીટી વાગ્યા બાદ ગેસ બંધ કરી દેવો.
- 4
ખીચડી થઈ ગયા બાદ તેમાં ધાણા ભાજી અને કાજુ- કિસમિસ છાંટી સર્વ કરવી.
- 5
ઓસામણ બનાવવાની રીત :
સૌ પ્રથમ ટમેટા ને જીણા સમારી લેવા, - 6
હવે એક પેન માં તેલ ગરમ મુકો.
- 7
તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું,હિંગ,લીમડો, લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ પાન, લીલું મરચું,આદુ નાખી વઘાર કરવો.
- 8
પછી તેમાં ટમેટા નાખી સાંતળવા,પછી તેમાં મરચું પાવડર અને મીઠું નાખવા.
- 9
હવે તેમાં 1 ગ્લાસ પાણી નાખી તેને ઉકળવા દેવું,
- 10
2-3મિનિટ ઉકળ્યા બાદ તેમાં છાશ અને ખાંડ નાખી ફરી 2 -3 મિનિટ ઉકાળવું.
- 11
પછી ગેસ બંધ કરી ધાણા ભાજી અને ટોપરા નું ખમણ નાખી સર્વ કરવું.
- 12
આ ખીચડી સરસ છૂટી થાય છે,અને
સાથે ઓસામણ પણ સરસ લાગે છે.તો ચોક્કસ થી બધા ટ્રાય કરજો, યમ્મી છૂટી ખીચડી- ઓસામણ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichadiખીચડી તો બધા ના ઘર માં બનતી હોય છે પણ દ્વારકા ની ગૂગળી જ્ઞાતિ ની સ્પેશ્યલ છુટ્ટી ખીચડી અને ઓસામણ તમે ખાધા છે? નહિ ખાધા હોય, તો જોઈ લો રેસિપી😊 Megha Thaker -
છૂટી ખીચડી ઓસાણ
#ga 4#Week 7છૂટી ખીચડી ઓસાણ ઇ દ્વારકા ના બ્રામણ ની પ્રખ્યાત વસ્તુ છે. Priyanka Raichura Radia -
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5 જામનગર વાસી ઓને ફટાફટ વાનગી બનાવવાનું કહી એ તો ખીચડી અને ઓસામણ અચૂક બનાવે, આજે મેં ખીચડી અને ઓસામણ બનાવ્યું તો ખૂબજ ટેસ્ટી બન્યુ, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ખીચડી ઓસામણ (khichdi osaman recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ-૮તીખી તમતમતી ખીચડી અને ખાટું મીઠું ઓસામણ સાથે છાશ પાપડ અને કચુંબર એ અમારા દ્વારકાની famous.. બહાર થી આવી ને ફટાફટ કંઈ બનાવવુ હોય તો જલ્દી બની જાય તેવી વાનગી. બધાની ફેવરેટ 😄😋 Hetal Vithlani -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
છૂટ્ટી ખીચડી ઓસામણ
#WK5#WinterKitchenChallenge#ઓસામણ #છૂટ્ટી_ખીચડી#તુવેરદાળ_ચોખા_ની_છૂટ્ટી_ખીચડી #Cookpad#Cookpadindia #Cookpadgujarati#Cooksnapchallengeછૂટ્ટી ખીચડી ઓસામણકચ્છી - ગુજરાતી નાં ઘરે તુવેર દાળ અને ચોખા માં થી બનતી છૂટ્ટી ખીચડી સાથે ઓસામણ, તેનાં જ પાણી માં થી બનતું જ હોય છે. બનાવવામાં ખૂબજ સરળ, સ્વાદ માં લાજવાબ અને પચવામાં હલકું, એવી દેશી ભાણું પીરસું છું.. નાના બાળકો થી મોટા વૃધ્ધ વ્યક્તિઓ ને પચવામાં હલકી ખીચડી સાથે ખૂબજ પૌષ્ટિક ઓસામણ, નો સ્વાદ માણો. Manisha Sampat -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
ટામેટાં નું સ્ટફ શાક
#ટમેટા હેલ્લો ફ્રેન્ડસ આજે આ સ્પર્ધા ને લીધે મેં આ નવું શાક બનાવવા ની ટ્રાઇ કરી છે, મેં આજે પહેલી વાર જ બનાવ્યું છે, ખૂબ જ સરસ બન્યું હતું .ખાટું- મીઠું અને તીખું યમ્મી.. Yamuna H Javani -
મગ ની છૂટી દાળ, કઢી, ભાત, પપૈયા નો સંભારો, રોટલી, પાપડ અને છાસ
#હેલ્થી#india#post_5#GH સાદું ભોજન એ સ્વાસ્થય માટે ખૂબ જ સારું છે. Yamuna H Javani -
છૂટ્ટી ખીચડી ઓસામણ, (khichdi osamal recipe in Gujarati)
#ઓસામણ #છૂટ્ટી_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકચ્છી - ગુજરાતી નાં ઘરે છૂટ્ટી ખીચડી સાથે ઓસામણ બનતું જ હોય છે. બનાવવામાં ખૂબજ સરળ, સ્વાદ માં લાજવાબ અને પચવામાં હલકું, એવી દેશી ભાણું પીરસું છું.. Manisha Sampat -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
ઓસામણ એટલે દાળ નું પાણી અલગ કરી બનાવામાં આવે છે. ઓસામણ બાળકો ને અપાતું સૌથી પહેલો ખોરાક ગણી શકાય પરંતુ બાળકો થી લઈને વૃદ્ધ વડીલ સૌ કોઈ માટે એટલું જ ગુણકારી છે. પચવામાં ખૂબ જ હલકું અને શક્તિ વર્ધક તેમજ માંદગી દૂર કરે છે. મે મગ નું ઓસામણ બનાવ્યું છે, પરંતુ પસંદગી મુજબ તુવેરદાળ, ચોખા વગેરે બનાવી શકાય છે.#WK5 Ishita Rindani Mankad -
ઓસામણ-લચકો દાળ
ઓસામણ ઘી માં બનાવેલ પાતળી તુવેર ની દાળ માંથી બંને છે...ઘી થી સુગંધ ને સ્વાદ આવે છે. લચકો દાળ ઘટ્ટ હોઈ છે...બંને ગુજરાતી વાનગી ઓ ભાત સાથે અથવા પુરણપોળી સાથે પીરસવા માં આવતી હોઈ છે. Jasmin Motta _ #BeingMotta -
ઓસામણ (Osaman recipe in Gujarati)
ઓસામણ, લચકો દાળ અને ભાત એ ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હલકો ખોરાક છે.પૂરણપોળી સાથે પણ હું ઓસામણ જ બનાવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK5#week5Sonal Gaurav Suthar
-
ખીચડી ઓસામણ
#goldenapron3 #week12 દ્વારકા નું સ્પેશિયલ ખીચડી ઓસમાણ નું ઓસમાણ આમ તો ગોડ આમલી ના પાણી થી બને છે પણ આજે મેં ટામેટા થી બનાવ્યું છે આ પણ ખુબજ ટેસ્ટી બને છે. તો ચાલો શરૂ કરીએ... Manisha Kanzariya -
સેવ ટમેટા નું શાક
#ટમેટાસેવ ટમેટા નું શાક ઝડપી બને છે અને એટલુંજ ટેસ્ટી પણ હોય છે.. Tejal Vijay Thakkar -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લચકો તુવેરદાળ-ઓસામણ-ભાત
#ટ્રેડીશનલગુજરાતી ઘરોમાં વારે તહેવારે બનતી એક પરંપરાગત જમણ માં બનતી જાણીતી વાનગી માં લચકો તુવેરદાળ ઓસામણ અને ભાત નો સમાવેશ થતો હોય છે. ગરમાગરમ ઓસાવેલા ભાત માં સરખું ઘી રેડી ઉપર થી લટકા પડતી તુવેરદાળ અને સાથે ગળાશ ખટાશ થી સપ્રમાણ અને તજ લવિંગ ના વઘાર થી મઘમઘતું ઓસામણ એ ગુજરાતીઓ ની ઓળખ સમાન છે. Pragna Mistry -
ખીચડી-કઢી (khichdi-kadhi recipe in gujarati)
#સુપરશેફ4#વીક4 આ ખીચડી ખાવા એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જ્યારે ભૂખ લાગી હોય અને ફટાફટ જમવાનું જોઈતું હોય તો ખીચડી- કઢી ફટાફટ બની જાય છે. Yamuna H Javani -
ખીચડી ( Khichdi recipe in Gujarati
#GA4#Week7 ખીચડી +ટમેટો ખીચડી નું નામ સાંભળતા મારા બાળકો મોં મચકોંડતા પણ હવે આ ખીચડી હોંશે હોંશે ખાય છે હા હુ વાત કરુ છું દ્વારકા નાં ગુગળી બ્રાહ્મણ નાં ઘરે બનતી ખીચડી અને ઓસણ ની આ ખીચડી સામાન્ય કરતા થોડી તીખી અને છૂટી હોય છે તેમાં આદું મરચા અને ખડા મસાલા નો ભરપૂર ઉપયોગ થાય છે અને એવા જ મસાલા થિ ભરપૂર પાતળું ઓસણ જે રસમ જેવું દેખાય પણ સ્વાદ માં જુદું હોય છે હવે આ શુદ્ધ દેશી પૌષ્ટિક વાનગી કાઠીયાવાડી ઢાબા માં પણ જોવા મળે છે તો ચાલો માણીએ....🥗🍝 Hemali Rindani -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ના મંદિર પર મળતી પ્રસાદ સ્વરૂપે મળતી આ ખીચડી નો તો સ્વાદ જ અનેરો હોય છે, મેં આજ ઘરે બનાવી આ ખીચડી જે મારા ફેમિલી માં મારા સાસુ અને મારા હસબન્ડ ને ભાવે છે. હા બાળકો ને થોડી ઓછી ભાવે, પણ ખાઈ લે. કેમકે અંતે તો માં નું હૃદય એટલે બાળકો ને પૌષ્ટિક આહાર એવો તો ખરો જ. Bansi Thaker -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
મઠ ની દાળ નું ઓસામણ (Math dal Osaman recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#Osaman#mathdal#dinner#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI મઠ એ વિશિષ્ટ મીઠાશ ધરાવતું કઠોળ છે. શિયાળામાં મઠ ના લોટ ના ખાખરા વધુ બનતા હોય છે. આ ઉપરાંત ફણગાવેલા મઠ, મઠનું શાક વગેરેમાં તેનો ઉપયોગ થતો હોય છે. મઠ માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તે લોહી નાં શુદ્ધિકરણ માં અને કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. મેં અહીં મઠની દાળ માંથી ઓસામણ તૈયાર કરેલ છે, જે ઘી થી વઘારવા માં આવે છે અને તેમાં ખટાશ મીઠાશ પણ સારા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. સાથે ટોપરું પણ ઉમેરવા માં આવે છે. આ વાનગી ને મઠની દાળ નું છુટ્ટુ એવું પણ કહેવામાં આવે છે. Shweta Shah -
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
વધારેલી ખીચડી અને ટામેટાં ઓસણ
#CB1#Week1Post-1 કાઠિયાવાડ નું સ્પેશિયલ જમણ એટલે ખીચડી..ખીચડી સાથે લગભગ બધા કઢી બનાવવા હોય પણ મે અહીંયા મારું ક્રિએસન કરી ને ખીચડી સાથે ટામેટાં નું ઓસણ બનાવ્યું જે ખુબ મસ્ત બન્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
સ્પે. હરિયાળી ખીચડી
#VN અમારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે ખીચડી એ હેલ્દી અને હેલ્થ માટે બહુ સારો ખોરાક છે.જેને ભાવતી ના હોય તો એવા લોકો માટે અલગ રીતે ખીચડી બનાવી છે.જો આ રેસીપી જોઈ ખીચડી બનાવશો તો જરૂર થી ભાવશે અને ખીચડી ખાવા માં અનેરો સ્વાદ આવશે. Urvashi Mehta -
વેજિટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiખીચડી એ ગુજરાતી ફેમિલી ની ડીફૌલ્ટ વાનગી છે. જે લગભગ બધાના ઘર માં બનતી હશે. ખુબજ ઝડપ થી બની જાય છે અને આમાં બાજુ બધી વરાઇટી હોય છે. એમાં ની એક વારાઇટી છે "વેજીટેબલ ખીચડી"આ ડીશ મા તમે તમારા મન ગમતા કોઈ પણ વેજીટેબલ નાખી શખો છો. આ ડીશ પચવા માં પણ બહુ સહેલી છે.ડિનર માટે આ સૌથી સરળ અને પ્રિય ડીશ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
સેવ ટમેટા શાક
#ડીનર#પોસ્ટ4સેવ ટમેટા નું શાક એ ગુજરાત ના સૌરાષ્ટ્ર/ કાઠિયાવાડ ની ખાસ વાનગી છે. તો રાજસ્થાન નું પણ સેવ ટમેટા નું શાક પ્રખ્યાત છે. બંને રાજ્ય ના શાક બનાવાની વિધિ અને ઘટકો માં થોડો ફેર છે. સૌરાષ્ટ્ર માં બેસન સેવ વપરાય છે જ્યારે રાજસ્થાન માં રતલામી સેવ વપરાય છે. સૌરાષ્ટ્ર માં ધાબા પર મળતા શાક માં ઘણી જગ્યા એ લસણ વપરાય છે. સેવ ટમેટા નું શાક જૈન સમાજ માં બહુ વપરાય છે. આજે હું જૈન રીત થી શાક બનાવીશ. કાઠિયાવાડી હોવા છતાં મારા શાક માં તેલ મરચું વધારે ના હોય.આજે તિથિ છે તો થેપલા ,સેવ ટમેટા નું શાક અને દહીં..તો કોને કોને ભાવે છે આ ઝડપી અને સરળ રીતે બની જાય છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (2)