વ્હીટ ડોનટ્સ

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#નોનઈન્ડિયન
#ડોન્ટસ નોનઈન્ડિયન ડીશ છે,જે મેંદામાંથી બનાવવામાં આવે છે,પણ આ ડોનટ્સ ધંઉના લોટમાંથી બનાવ્યા છે.

વ્હીટ ડોનટ્સ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#નોનઈન્ડિયન
#ડોન્ટસ નોનઈન્ડિયન ડીશ છે,જે મેંદામાંથી બનાવવામાં આવે છે,પણ આ ડોનટ્સ ધંઉના લોટમાંથી બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4વ્યકિત
  1. 1 કપઘંઉનો લોટ અથવા મેંદો
  2. 1/2 કપદૂધ (થોડુ ગરમ)
  3. 3ટી-સ્પૂન મિલ્ક પાવડર
  4. 2ટી-સ્પૂન બટર (મેલ્ટ)
  5. 1ટી-સ્પૂન ડ્રાય યીસ્ટ
  6. 1/4ટી-સ્પૂન બેંકીગ પાવડર
  7. ચપટીમીઠું
  8. 1ટી-સ્પૂન વેનિલા એસેન્સ
  9. 3 ટેબલસ્પૂનદળેલી ખાંડ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પહેલા એક બાઉલમાં યીસ્ટ,દળેલી ખાંડ અને થાેડુ ગરમ દૂધ મીક્સ કરી 5-10મિનિટ માટે રહેવા દો.

  2. 2

    એક બાઉલ લઇ તેમાં ઘંઉનો લોટ,બેંકીગ પાવડર,મીઠુ,મિલ્ક પાવડર,વેનિલા એસેન્સ મીકસ કરી યીસ્ટવાળા દૂધથી નરમ લોટ બાંધો.બટર વડે 5 મિનિટ હાથથી મસળો.

  3. 3

    હવે બાંધેલા લોટ પર એક ચમચી તેલ લગાડી 2કલાક માટે કલીંગ રેપર અથવા થોડા ભીના કપડાથી ઢાંકીને મૂકી દો.

  4. 4

    2 કલાક પછી બાંધેલા લોટને ફરી 5 મિનિટ હાથથી મસળીને મોટો થોડો જાડો રોટલો વણો.

  5. 5

    હવે રોટલાને એક ગ્લાસ વડે ગોળ આકારમાં કાપી વચ્ચે નોઝલસ અથવા નાની બોટલના ઢાંકણ વડે આકાર આપો.

  6. 6

    આ ડોનટ્ પર થાેડુ તેલ લગાડી 1-2 કલાક માટે થોડા ભીના કપડાથી ઢાંકીને મૂકો.

  7. 7

    એક કઢાઈમાં તેલ ગરમ કરી ડેાનટ્સને એકસરખા સોનેરી રંગના ધીમા તાપે તળીને (ફા્ય કરવુ)ટીશુ પેપર પર કાઢી લો.(ડોનટ્સને ધીમી આંચે તળવા.(ફા્ય)તળતી વખતે ડોનટ્સને હલાવતા રહેવુ જેથી અેકસરખા રંગે ડોનટ્સ તળાય.)

  8. 8

    મેલ્ટ કરેલી ડાકૅ ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટમાં ડોનટ્સ ને ડીપ(બોળીને) કરીને,કલરીંગ વરમીલી,ચોકલેટ વરમીલી,જેમ્સ,રંગીન બોલ્સ થી સજાવો અને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes