ટામેટાં-મરચાં નું શાક

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#ટમેટા

જ્યારે ઘરે કોઈ ઓચિંતા ના મહેમાન આવી જાય ત્યારે ઘર માં શાક ભાજી ન હોઈ તો આ ઇન્સ્ટન્ટ ખાટું, મીઠું અને તીખું શાક ઝડપ થી બની જાય છે. અથવા તમે ક્યારેય મુસાફરી માં આ શાક લઈ જઈ શકો છો. આ શાક 2-3 દિવસ સુધી બગડતું નથી.

ટામેટાં-મરચાં નું શાક

#ટમેટા

જ્યારે ઘરે કોઈ ઓચિંતા ના મહેમાન આવી જાય ત્યારે ઘર માં શાક ભાજી ન હોઈ તો આ ઇન્સ્ટન્ટ ખાટું, મીઠું અને તીખું શાક ઝડપ થી બની જાય છે. અથવા તમે ક્યારેય મુસાફરી માં આ શાક લઈ જઈ શકો છો. આ શાક 2-3 દિવસ સુધી બગડતું નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3નંગ મોટા ટામેટાં
  2. 6-7નંગ તીખા લીલા મરચાં
  3. વઘાર માટે..
  4. 1મોટો ચમચો તેલ
  5. 1ચમચી રાઇ
  6. 1/2ચમચી જીરું
  7. પા ચમચી હિંગ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1/2ચમચી હળદર
  10. 3-4ચમચી ગોળ (સમારેલો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટાં અને મરચા મેં ઝીણા સમારી લેવા.

  2. 2

    ત્યારબાદ એક પેન માં વઘાર માટે તેલ ગરમ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખી વઘાર કરવો.

  3. 3

    ત્યાર બાદ તેમાં સૌ પ્રથમ મરચાં નાખી 1 મિનિટ સાંતળવું.

  4. 4

    પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખી ફરી 2 મિનિટ માંટે સાંતળવું.

  5. 5

    પછી તેમાં ગોળ ઉમેરી મિક્સ કરવું. ફરી 2 મિનિટ માટે તેને ઉકળવા દો.

  6. 6

    તો તૈયાર છે આપણું ખાટું, મીઠું અને તીખું શાક.....

  7. 7

    Tip: આ શાક તમે થેપલા, પરોઠા, ભાખરી ભેગા ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes