પૌવા કેરેમલ પૂરણપોળી

DrZankhana Shah Kothari
DrZankhana Shah Kothari @cook_17490486

#રવાપોહા

- "વેડમી", "પૂરણપોળી", "ગળી રોટલી" ; અનેક નામથી ઓળખાતી આ પારંપરિક મીઠાઈ ગુજરાતી ઘરોમાં ખૂબ પ્રખ્યાત..
- આપણાં વડલા ઓનાં જમાનામાં જ્યારે જમાઈ ઘરે આવે અથવા તો કોઈનો જન્મદિવસ હોય એટલે આ વાનગી ઘરમાં અચૂક બનતી.

- મારી વાત કરું તો મને વેડમી અતિપ્રિય.
- મારા જન્મદિવસે સાંજની રસોઈ ભલે ગમે તે હોય પણ સવારનાં ભાણામાં તો વેડમી જ બનતી
- વેડમી તો ખાતી જ પણ તેનું પૂરણ પણ મને એટલું જ પ્રિય.

- અલગ અલગ નામે ઓળખાતી વેડમી ગૂજરાત માં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, કેરાલા, તામિલનાડુ, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં બનતી વાનગી છે.
- અલગ અલગ રાજ્યોમાં બનતી આ વેડમી અલગ અલગ નામ જ નહીં અલગ અલગ રૂપ (જાડાઈ માં) તથા અલગ અલગ ઘટકો ધરાવે છે.
જેમ કે,
- પૂરણમાં તુવેરની દાળ, ચણાદાળ, મગદાળ, કોપરું, જાયફળ, સીંગદાણા, ગોળ, ખાંડ, ખસખસ, તાળીનો ગોળ, બ્રાઉન સુગર, ઈલાયચી વિગેરે
- બહારનું પડ (રોટલી) ઘઉં કે મેંદા માંથી, મોંણ સાથે કે વગર કે ચપટી ક હળદર નાખીને બને છે.

- અહીં, આજે હું મારી આ મનપસંદ વાનગી ના પૂરણમાં નવીનીકરણ સાથે રજૂ કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
નાની ૯-૧૦ નંગ
  1. પૂરણ માટે..
  2. ૧ વાટકી - પૌવા
  3. ૨ ચમચી - ઘી
  4. ૧/૨ - ૩/૪ વાટકી - દૂધ
  5. ૨-૩ ચમચી - મિલ્ક પાવડર
  6. કેરેમલ માટે...
  7. ૧/૨ વાટકી - ખાંડ
  8. પૂરણપોળી બનાવવા માટે...
  9. ૯-૧૦ લુઆ - રોટલીની કણક
  10. અટામણ માટે - ઘઉંનો લોટ
  11. પૂરણપોળી શેકવા માટે - ઘી

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    પૌવા (જાડા, બટાકા પૌવાનાં) લઈ, તેને નાના મીક્ષર જાર માં રવા જેવું કકરું વાટી લો.

  2. 2

    હવે, પેનમાં ઘી મૂકી, પૌવા નાં રવાને સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.

  3. 3

    બીજી બાજુ, ખાંડ ને સીધી જ પેન માં લઇ, ઓગાળી કેરેમલાઇઝ કરો.

  4. 4

    હવે, શેકેલા પૌવામાં દૂધ તથા કેરેમલ કરેલી ખાંડ ઉમેરી, હલાવો.

  5. 5

    તેમાં મિલ્ક પાવડર ઉમેરી, એકરસ મિક્સ કરી, પૂરણ ને વાટકામાં કાઢી, ઠંડું થવા દો.

  6. 6

    હવે, હથેળીમાં તેલ લગાવી, પૂરણ નાં નાના નાના બોલ્સ બનાવો.

  7. 7

    નાની નાની રોટલી વણી, તેમાં આ બોલ મૂકી, પોટલી બનાવી, પૂરણપોળી વણી લો.

  8. 8

    તેને તવી પર બદામી ભાત પડે તેમ બંને બાજુ શેકી લો. હવે, ઘી મૂકી બંનેબાજુ શેકો.

  9. 9

    ગરમાગરમ પૂરણપોળી ને પૂરણ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
DrZankhana Shah Kothari
DrZankhana Shah Kothari @cook_17490486
પર

Similar Recipes