રવા ઈડલી

Purvi Modi
Purvi Modi @PurviModi_1105
Ahmedabad

#રવાપોહા
રવા ઈડલી ખૂબ જ જલ્દી બની જાય છે કારણ કે તેમાં આથો લાવવા ની જરૂર હોતી નથી. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે.

રવા ઈડલી

#રવાપોહા
રવા ઈડલી ખૂબ જ જલ્દી બની જાય છે કારણ કે તેમાં આથો લાવવા ની જરૂર હોતી નથી. ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૧૦ ઈડલી
  1. ૧ અને ૧/૨ કપ રવો
  2. ૧ કપ દહીં
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૧ ટી સ્પૂન ઈનો અથવા ફ્રુટ સોલ્ટ
  5. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવા માં દહીં અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. ઢાંકીને અડધો કલાક સુધી રહેવા દો. ફરીથી મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે ઢોકળિયામા પાણી ગરમ કરવા મૂકો. ઈડલી સ્ટેન્ડ અથવા સ્ટીલ ની કટોરી ને તેલથી ગ્રીઝ કરો. (કટોરી માં કરવાથી ખૂબ સરસ ફૂલે છે).

  3. 3

    હવે ખીરામાં વચ્ચે ફ્રુટ સોલ્ટ મૂકી તેની ઉપર એક ચમચી જેટલું પાણી ઉમેરો અને તરતજ એક જ દિશામાં હલાવી લો જેથી ખીરુ સરસ ફૂલી જશે. હવે ગ્રીઝ કરેલા ઈડલી સ્ટેન્ડ અથવા કટોરી માં મોટો ચમચો ભરીને ખીરું રેડી તેને ૧૫-૨૦ મિનિટ સુધી વરાળથી બાફી લો. ત્યારબાદ અનમોલ્ડ કરી લો. તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ રવા ઈડલી. સંભાર અને મનગમતી ચટણી સાથે પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Modi
Purvi Modi @PurviModi_1105
પર
Ahmedabad
I am house queen and love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes