રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો પલાળેલા પોહા
  2. 2 ચમચીતેલ
  3. 1મોટું ટામેટું ઝીણું સમારેલું
  4. 2 ચમચીદરિયા ની દાળ
  5. 2 ચમચીઅડદ ની દાળ
  6. 1 ચમચીતલ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1વાટકો છાસ
  9. 1/2 ચમચી મરચું પાવડર
  10. 1/ 2 ચમચી હળદર
  11. 1/2 ચમચી ખાંડ
  12. 🌸 ફરી વઘાર માટે...
  13. 3 ચમચીતેલ
  14. 1 ચમચીરાઇ
  15. 1/ચમચી જીરું
  16. પા ચમચી હિંગ
  17. મીઠો લીમડો
  18. 1તમાલપત્ર
  19. 1સૂકું લાલ મરચું
  20. 1 ચમચીતલ
  21. 3 ચમચીપાલક ના જીણા સમારેલા પાન
  22. ગાર્નિશીંગ માટે.
  23. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં દરિયા ની દાળ, અડદ ની દાળ, તલ અને ટમેટા નાખી વઘાર કરવો.

  2. 2

    પછી તેમાં પલાળેલા પોહા, મીઠું અને છાસ નાખી મિક્સ કરી પોહા છાસ સોસે ત્યાં સુધી ચડવા દેવું.

  3. 3

    પછી ગેસ બંધ કરી તેને 5 મિનિટ રેસ્ટ આપવો.

  4. 4

    હવે ફરી પાછું એક પેન માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું, હિંગ, લીમડો, તમાલપત્ર, લાલ મરચું અને તલ નાખી વઘાર કરવો.

  5. 5

    ત્યારબાદ તેમાં પાલક ના સમારેલા પાન અને તૈયાર થયેલ ખીચડી,મરચું પાવડર અને ખાંડ નાખી મિક્સ કરવું.

  6. 6

    છેલ્લે ધાણા ભાજી છાંટી સર્વ કરવી.

  7. 7

    તો રેડી છે આપણી પોહા ની ખીચડી..

  8. 8

    નોંધ: આ ખીચડી માં દરિયા ની દાળ અને અડદ ની દાળ હોવાથી ક્રિસ્પી અને સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes