વેજીટેબલ પુલાવ કઢી

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#હેલ્થી

#goldenapron
#post21

મારી ઘરે બધાને પુલાવ અને કઢી બઉ જ ભાવે. જો કોઈ દિવસ મને કઈ ના સૂઝ પડે ને ઘરમાં કોઈને પણ પૂછું શુ ખાઉં છે તો બધા કહેશે પુલાવ કઢી બનાવ.

વેજીટેબલ પુલાવ કઢી

#હેલ્થી

#goldenapron
#post21

મારી ઘરે બધાને પુલાવ અને કઢી બઉ જ ભાવે. જો કોઈ દિવસ મને કઈ ના સૂઝ પડે ને ઘરમાં કોઈને પણ પૂછું શુ ખાઉં છે તો બધા કહેશે પુલાવ કઢી બનાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 સર્વિંગ્સ
  1. વેજીટેબલ પુલાવ માટે:
  2. 1કપ બાસમતી ચોખા
  3. વઘાર માટે-
  4. 1મોટી ચમચી તેલ
  5. 1મોટી ચમચી ઘી
  6. 1/2નાની ચમચી રાઇ
  7. 1નાની ચમચી જીરું
  8. 2લીલા મરચાં
  9. 7-8મીઠા લીમડાના પાન
  10. 5-6કાળા મરી
  11. 2તજ ના ટુકડા
  12. 1તમાલ પત્ર
  13. શાકભાજી-
  14. 2ડુંગળી ઉભી સમારેલી
  15. 1ગાજર લાંબી સમારેલી
  16. 2બટેટા ઉભા સમારેલાં
  17. 1લીલું કેપ્સિકમ લાંબું સમારેલું
  18. સૂકા મસાલા-
  19. 1નાની ચમચી હળદર
  20. 2નાની ચમચી લાલ મરચું પાવડર
  21. 2નાની ચમચી ગરમ મસાલો
  22. સ્વાદ પ્રમાણે મીઠું
  23. અન્ય સામગ્રી-
  24. પાણી જરૂર મુજબ
  25. 2મોટી ચમચી લાલ, લિલી અને પીળી ટૂટ્ટી ફ્રુટી
  26. કઢી માટે:
  27. 1કપ દહીં
  28. 2મોટી ચમચી ચણા નો લોટ
  29. 2કપ પાણી
  30. સ્વાદ પ્રમાણે મીઠું
  31. 2મોટી ચમચી ગોળ
  32. વઘાર માટે:
  33. 1મોટી ચમચી તેલ
  34. 1/2નાની ચમચી રાઇ
  35. 1નાની ચમચી જીરું
  36. 4-5કાળા મરી
  37. 3લવીંગ
  38. 2સૂકા લાલ મરચાં
  39. 6-8મીઠાં લીમડાના પાન
  40. 1/4નાની ચમચી હિંગ
  41. સજાવટ માટે:
  42. સમારેલાં લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    વેજીટેબલ પુલાવ માટે: એક પેન માં તેલ અને ઘી ગરમ કરો, હવે વાઘરની બધી સામગ્રીઓ ઉમેરી દો.

  2. 2

    રાઇ તતળે એટલે સમારેલી ડુંગળી ઉમેરીને ગુલાબી રંગની સાંતળી લેવી. એમાં ધોઇલા બાસમતી ચોખા નાખી ફૂલ તાપે ચોખા સાંતળી લો.

  3. 3

    3-4 મિનિટ સુધી સાતળિયા પછી ચોખા બરાબર તળાઈ જશે અને કડક થઇ જશે.

  4. 4

    હવે બધાં સૂકા મસાલા ઉમેરી દો.

  5. 5

    પછી જરૂર મુજબ પાણી નાંખીને બીજા સમારેલાં શાકભાજી ઉમેરી દો.

  6. 6

    બધું બરાબર મિક્ષ કરી ઢાંકીને ચોખા ચડી જાય ત્યાં સુધી રાંધો.

  7. 7

    હવે ટૂટ્ટી ફ્રુટી નાખીને થોડીવાર માટે ઢાંકીને રાખો.

  8. 8

    કઢી માટે: એક તપેલીમાં દહીં, ચણા નો લોટ અને પાણી લઈને બરાબર વલોવી લો. એમાં ગોળ અને મીઠું પણ નાખી દો.

  9. 9

    વાઘરીયા માં તેલ લો અને ગરમ કરો. એમાં રાઇ, જીરું, મારી અને લવિંગ નાખો. રાઇ તતળે એટલે હિંગ, મીઠાં લીમડાના પાન ને સૂકા લાલ મરચાં નાંખી દો.

  10. 10

    હવે આ વઘાર ને દહીં ને ચણા ના લોટ વાળા મિશ્રણ માં ઉમેરીને બરાબર મિક્ષ કરો. થોડી વાર ઉકળવા દો.

  11. 11

    ઘટ્ટ થાય થોડી એટલે ગૅસ બંધ કરીને વેજીટેબલ પુલાવ સાથે સમારેલાં લીલા ધાણા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes