માવા કેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ મેંદો
  2. ૫ ચમચા ખાંડ પાવડર
  3. ૩ ચમચા બટર
  4. ૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  5. ૫૦ ગ્રામ માવો
  6. ૭૫ મિલી દૂધ
  7. ૧ ચમચી બેકિંગ પાઉડર
  8. ૧/૪ ચમચી સોડા
  9. ૫૦ ગ્રામ અખરોટ પિસ્તા ની કતરણ
  10. ૨ ચમચી ટુટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મેંદો, બેકીંગ પાઉડર અને સોડા ને ત્રણ વખત ચાળી લો. બીજા બાઉલમાં બટર ફેટી લો. હવે એમાં ખાંડ પાવડર અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને એક જ દિશામાં બરાબર મિક્સ કરી લો.હવે બટરવાળા મિશ્રણ માં ધીરે ધીરે મેંદો અને દૂધ ઉમેરો અને બરાબર હલાવી જાડું મિશ્રણ તૈયાર કરો. ૨ ચમચી અખરોટ પિસ્તાંની કતરણ અને ૧ ચમચી ટુટી ફ્રુટી નાખી માવો છીણી નાખો.

  2. 2

    હવે મિશ્રણને ગ્રીસ કરેલા કેક ટીનમા રેડી દો. ઉપર અખરોટ પિસ્તાંની કતરણ આને ટુટી ફ્રુટી ભભરાવી પ્રિ હિટેડ ઓવનમાં ૧૮૦° તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes