ખમણ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#કાંદાલસણ #ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો સેવ-ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ વ્યક્તિ
  1. ૧ કપ ચણાની દાળ
  2. ૧/૪ કપ ચોખા
  3. ૨ ચમચી અડદની દાળ
  4. ૨ ચમચી ચણાનો લોટ
  5. ૧/૩ કપ દહીં
  6. ૨ ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  7. ૧ થી ૧+૧/૨ ચમચી આદુની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ ચમચી હળદર
  10. ૩ થી ૪ ચમચી તેલ
  11. ૧/૨ ચમચી. ખાવાનો સોડા/ઈનો
  12. ૧/૨ કપ તેલ વઘાર માટે
  13. ૨ ચમચી રાઈ
  14. ૧/૪ ચમચી હિંગ
  15. ૧ ચમચી ખાંડ નાંખવી હોય તો
  16. ૧/૨ કપ પાણી
  17. ૧/૨ કપ સમારેલી કોથમીર
  18. ૨ થી ૩ આખાં મોળા લીલાં મરચાં
  19. ૨૦૦ ગ્રામ ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાની દાળ અને બીજા બાઉલમાં ચોખા અને અડદની દાળ ૪ થી ૫ કલાક માટે પલાળી રાખો. ૪ થી ૫ કલાક બાદ દાળ બે વખત ધોઈને મિક્સરમાં દહીં સાથે કરકરુ વાટી લો. (એકદમ લીસુ વાટવું નહિ). હવે ખીરાને ઢાંકીને આથો લાવવા ૮ થી ૧૦ કલાક માટે અથવા આખી રાત રહેવા દો.

  2. 2

    આથો આવી જાય એટલે ખીરામાં આદુ મરચાની પેસ્ટ, હળદર, મીઠું અને તેલ ઉમેરી એક જ દિશામાં ૫ મિનિટ સુધી બરાબર હલાવી લો. હવે ઢોકળીયામા પાણી ગરમ કરવા મૂકો. ખમણ બનાવવા માટેની થાળીમાં તેલ લગાવી દો. હવે ખીરામાં ખાવાનો સોડા/ઈનો ઉમેરો અને ૨ ચમચી ગરમ પાણી રેડી બરાબર હલાવી થાળીમાં રેડી દો.

  3. 3

    અડધી થાળી જેટલું જ ખીરુ રેડવું બફાઈ જાય એટલે આખી થાળી જેટલું થશે. થાળી બાફવા મૂકો. ૧૨ થી ૧૫ મિનિટ સુધી થવા દો. ચપ્પુ થાળીમાં નાખી જોઈ લો. ચપ્પુ સાથે ચોંટે તો હજુ ૨ થી ૩ મિનિટ સુધી થવા દો. ચપ્પુ સાથે ન ચોંટે તો ખમણ તૈયાર થઈ ગયા છે. ૧૦ મિનિટ સુધી થાળી એમજ રહેવા દો. ત્યાંરબાદ કાપા પાડી લો.

  4. 4

    હવે વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ અને આખા લીલાં મરચાં નાખીને ૧/૨ કપ પાણી રેડી ૨ મિનિટ સુધી ઢાંકીને રાખો. જો ખાંડ નાંખવી હોય તો પાણી રેડવા પહેલા નાખી દો. ૨ મિનિટ બાદ થાળીમાં વઘાર બધી બાજુ રેડી દો ઉપર સમારેલી કોથમીર ઉમેરો.

  5. 5

    આ માપ પ્રમાણે ૨ થાળી ખમણ તૈયાર થઈ જશે.

  6. 6

    હવે એક ડીશમા ખમણ સેવ અને મરચું સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes