મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe in Gujarati)

Riddhi Dholakia @RiddhiJD83
મનપસંદ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe in Gujarati)
મનપસંદ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ચણાની દાળ અને અડદની દાળને ધોઈ અને સાતથી આઠ કલાક માટે પલાળી રાખો.ત્યારબાદ તેને મિક્સરમાં વાટી અને ખીરું તૈયાર કરો.
- 2
હવે તૈયાર ખીરામાં રાઈ,જીરુ,તલ, હિંગ અને મીઠા લીમડાના પાન સિવાયની દરેક સામગ્રીને મિક્સ કરી એકદમ સરસ હલાવી લો.ત્યારબાદ ફ્રાઈંગ પેનમાં બે-ત્રણ ચમચી તેલ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ,તલ અને મીઠા લીમડાનાં પાન ઉમેરો અને તૈયાર ખીરાને પેનમાં ઉમેરી એકદમ ધીમા તાપે ઢાંકી અને ચડવા દો.
- 3
પાંચ-સાત મિનિટ પછી એક તરફ હાંડવો એકદમ સરસ ચડી જાય એટલે તે એક ડીશ પર ઉલટાવી અને બીજી તરફ ચડાવવા માટે ફરીથી અંદર મૂકો. બદામી રંગનો થઈ જાય એટલે સર્વિગ પ્લેટમાં લઈ લીલી ચટણી અને ટામેટો સોસ સાથે ગરમાગરમ હાંડવો સર્વ કરો.
Similar Recipes
-
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે. હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે. Asmita Rupani -
ઓટ્સ ઈડલી (Oats Idli Recipe In Gujarati)
ઓટ્સ ઈડલી એ પૌષ્ટિક અને સવારના નાસ્તામાં અને બાળકોના લંચબોક્સ માટે સરળ અને ઝડપથી બની જાય એવો એક નાસ્તો છે. જે સ્વાદ અને બનાવટમાં ઇંસ્ટંટ રવા ઈડલી ની જેમ જ નરમ અને મુલાયમ હોય છે. આ એક સ્વાસ્થયવર્ધક રેસીપી છે કારણકે તેમાં બીજી ઈડલી રેસીપીની જેમ રવા અને દહીં શાકભાજીની સાથે પૌષ્ટિક ઓટ્સનો પણ ઉપયોગ કર્યો છે અને તેને બનાવવામાં તેટલો જ સમય લાગે છે જેટલો બીજી ઇંસ્ટંટ ઈડલી બનાવવામાં લાગે છે. આ રેસીપીમાં મેં રોલ્ડ ઓટ્સનો ઉપયોગ કર્યો છે જો કે તમે ઉપલબ્ધતા અનુસાર કોઈપણ પ્રકારના ઓટ્સનો ઉપયોગ કરી શકો છો કારણકે આ રેસીપીમાં ઓટ્સના પાઉડરનો ઉપયોગ કરવાનો છે અને તેના કારણે ઈડલીની બનાવટમાં કોઈ ફેર નથી પડતો. તો ચાલો,સવારના નાસ્તાને એકવાર વધારે પૌષ્ટિક બનાવીએ.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindia#cookpadgujaratiકઢી એ એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચણાના લોટ અને ખાટા દહીંથી બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીની ઘણી વિવિધતાઓ છે અને આજે મેં મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરીને કઢી બનાવી છે, જેને વેજીટેબલ કઢીના નામથી વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવી છે,વેજીટેબલ કઢીમાં દહીંની સાથે સાથે શાકભાજી પણ ખૂબ જ આરોગ્યપ્રદ રીતે ભળી જાય છે અને બાળકો પણ હોશભેર પ્રેમથી આરોગે છે. Riddhi Dholakia -
ઉપમા(upma recipe in gujarati)
સાઉથ ના નાસ્તામાં સૌથી જલ્દી અને ઓછી વસ્તુ માથી બનતો અને સ્વાદિષ્ટ પચવામાં હલકો ટેસ્ટી નાસ્તો ઉપમા છે.#સાઉથ# weekly કોન્ટેસ્ટ# રેસીપી 55#sv# i love cooking. Jyoti Shah -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
દરેક ગુજરાતી લોકોનો મનપસંદ હાંડવો અમારા ઘરમાં બધાને ખુબજ ભાવે છે.બધાજ ગુજરાતી લોકો નાસ્તામાં હાંડવો ખુબજ પસંદ કરતા હોય.હાંડવો પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Pooja kotecha -
મિક્સ વેજ હાંડવો(mix veg handvo recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪#monsoonગુજરાતી ઓની ફેમોસ ફૂડ માં સ્થાન મેલેવેલું અને પોષક તત્વો થી ભરપુર એવી વાનગી એટલે હાંડવો હો..મારા ઘર માં બધા ને ખુબ જ ભાવે પણ ખરો. Rachana Chandarana Javani -
-
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવોએ ગુજરાતનો એક લોકપ્રીય નાસ્તો છે. ગુજરાતીઓ એને રાત ના જમવા મા લેવાનું પસંદ કરે છે. હાંડવાને સામાન્ય રીતે સીંગતેલ, અથાણાનો મસાલો, સોસ અથવા ચટણી સાથે પીરસી શકાય. ચોખા અને દાળ માંથી બનતો આ ખૂબ જ પૌષ્ટિક આહાર છે. પસંદગી મુજબના ઘણા બધા શાકભાજી ઉમેરીને એને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકાય. spicequeen -
તવા હાંડવો (Tawa Handvo Recipe In Gujarati)
રવિવારે સવારે ગરમ પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બપોર નુ લંચ ન મળે તો પણ ચાલેWeekend Pinal Patel -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#BreakfastRecipe #Handvoઓથેન્ટિક ગુજરાતી કેક હાંડવો તરીકે ઓળખાય છે. આ વિવિધ દાળ અને ચોખાના મુખ્ય ઘટકો સાથેનો અતિ સ્વાદિષ્ટ ખોરાક છે. આ ટેસ્ટી ગુજ્જુ રેસીપી જરૂર ટ્રાય કરો. Ami Desai -
-
-
-
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
-
-
-
-
મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
-
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14565926
ટિપ્પણીઓ (6)