કેળા મેથી ના ભજીયા

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#goldenapron3 #weak14#methi#pakoda. આ ભજીયા આમ તો એક ટ્રેડિશનલ વાનગી કેહવાય. અમારા દેસાઈ લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે દાળભાત સાથે આ ભજીયા હોઈ જ. ખૂબ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો.

કેળા મેથી ના ભજીયા

#goldenapron3 #weak14#methi#pakoda. આ ભજીયા આમ તો એક ટ્રેડિશનલ વાનગી કેહવાય. અમારા દેસાઈ લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે દાળભાત સાથે આ ભજીયા હોઈ જ. ખૂબ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ઝુડી મેથી ની ભાજી
  2. 200 ગ્રામ ચણા નો લોટ
  3. 5પકા કેળા
  4. 1 ચમચીક્રશ કરેલા મરી
  5. 1 ચમચીક્રશ કરેલા ધાણા
  6. 1 ચમચીસૂકી લાલ દ્રાક્ષ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીમીઠું
  10. 2 ચમચીખાંડ
  11. 1 ચમચીધાણા જીરું પાવડર
  12. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  13. 2 ચમચીતેલ ખીરા માટે
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેળા ને છાલ ઉતારી બે ચમચી ખાંડ નાખી બરાબર ક્રશ કરી લો. હવે એમાં ચણા નો લોટ ચાડી લ્યો. બરાબર મિક્સ કરો. હવે એમાં બધો મસાલો કરી દો.

  2. 2

    હવે એમાં મેથી ની ભાજી પણ ધોઈ ને ઉમેરો. ખીરું બરાબર મિક્સ કરો.૨ ચમચી તેલ પણ ઉમેરી દો. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા આંગળી ની મદદ થી પાડી દો.

  3. 3

    હવે ભજીયા મૂકતી વખતે ગેસ ધીમો કરવો પછી ફાસ્ટ કરી ભજીયા ફેરવતા જઈ લાલ એવા તળી લો. પછી બધા તૈયાર થાય એટલે સર્વ કરો. આ ભજીયા ગરમ પણ સારા લાગે અને ઠંડા પણ ખૂબ સરસ લાગે છે

  4. 4

    આ ભજીયા ના લોટ માં ઘણા પાણી નો ઉપયોગ પણ કરે છે તો કેળા થોડા ઓછા લેય છે. પણ એકલા કેળા થી ભજીયા નું ખીરું તૈયાર કરવા થી ભજીયા એકદમ પોચા બને છે ડૂચો વળતા નથી અને ૩ થી ૪ દિવસ સુધી બગડતા પણ નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

ટિપ્પણીઓ (7)

Similar Recipes