રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં છાશ લેવી થોડી ખાટી હોય તેવી માપસર ની છાશ લેવી હવે તેમાં આપણે ચણાનો લોટ ઉમેરી શું ત્યારબાદ જેરણી થી બરાબર ઝેરી નાખશો
- 2
હવે આપણે છાશમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી શું
- 3
એક તપેલીમાં બે ચમચી ઘી ગરમ કરવા મુકો તેમાં રાય નાખો રાઈ તતડી જાય એટલે તેમાં જીરૂ ઉમેરો સાથે તજ લવિંગ ના ટુકડા મેથીના દાણા પણ ઉમેરો ત્યારબાદ તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીશું
- 4
હવે વઘાર થઈ જાય એટલે તેમાં આપણે છાશ ઉમેરીશું હવે આપણે તેમાં મસાલો કરીશું
- 5
સૌથી પહેલાં ધાણાજીરું પાવડર કોથમીર એલચીનો ભૂકો સ્વાદ અનુસાર મીઠું ખાંડ અને થોડો ગોળ ઉમેરી બરાબર ઉકળવા દઈ શું
- 6
બેથી ત્રણ ઊભરા આવે એટલે સમજવું કે કઢી થઈ જવા આવી છે તો તૈયાર છે સરસ મજાની ખાટી મીઠી કઢી
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી ખાટી-મીઠી કઢી
#LSRઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. લગ્ન પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદ જ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો બસ બીજું કાંઈ ન જોઈએ.. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
તુવેરદાળ ખીચડી - આચરી કઢી (Tuverdal khichadi-Aachari kadhhi recipe in Gujarati) (Jain)
#TT1#kadhikhichadi#aachari#Tuverdal#CookpadIndia#COOKPADGUJRATI#paryushan#nogreenry સૌથી સંતોષકારક આહાર એટલે ખીચડી અને કઢી. ગમે ત્યારે તેના માટે આપણે તૈયાર જ હોઈએ છીએ. ઓછા સમયમાં બની જતી આ વાનગી છે અને ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. અહીં મેં તુવેરની દાળ અને ચોખા નો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી છે એની સાથે આચાર મસાલા નો ઉપયોગ કરીને આચારી કઢી તૈયાર કરેલ છે. ની સાથે મગના પાપડ નું શાક કરેલ છે. Shweta Shah -
-
કઢી(Kadhi Recipe in Gujarati)
આ વાનગી મેં સવારના રાઈસ માં ખાવા માટે બનાવી હતી મારા ઘરમાં બધાની ફેવરેટ છે Falguni Shah -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
બેસન, હીંગ, દહીથી બનતી કઢી#RB1#cookpadindia Bharati Lakhataria -
-
-
લીલા સૂકા લસણની ચટણી(lila suka lasan ni Chutney in Gujarati)
#goldenapron3#week21##spicy Jiya kartikbhai -
-
-
-
-
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
-
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
વઘારેલો ભાત અને ખાટી મીઠી કાંદા કઢી
#માયલંચહેલો ફ્રેન્ડ્સ,હાલમાં ચાલી રહેલા લોકડાઉન પિરિયડમાં ઝડપથી અને ઘરમાં હોય એવી એકદમ સાદી સામગ્રીઓ વડે કુકરમાં વઘારેલો ભાત બનાવ્યો છે અને એની સાથે ખાટી-મીઠી એવી કાંદા કઢી બનાવી છે...... એની સાથે તાજી કાચી કેરીનું અથાણું અને ચોખાની પાપડી સવૅ કરી છે..... Dhruti Ankur Naik -
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12196476
ટિપ્પણીઓ (5)