બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#આલુ
મારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દ‌ઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દ‌ઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
2 વ્યક્તિ
  1. 3મોટા બટાકા ધોઈને છાલ સાથે જ ફિંગર કટ કરી લો
  2. 3 ચમચીઓલિવ ઓઈલ
  3. 1-1+1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1 ચમચીમિક્સ હબ્સ
  6. 2-3 ચમચીટોમેટો ચીઝ પાઉડર
  7. 2 ચમચીકોર્ન ફ્લોર
  8. 1 ચમચીવ્હાઈટ ચીઝ પાઉડર
  9. 2 ચમચીસમારેલી કોથમીર
  10. 1 ચમચીગાર્લિક પાઉડર/ લસણની પેસ્ટ
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને છાલ સાથે કટ કરી કોરા કરી લો. એક બાઉલમાં વેજીસ લ‌ઈ બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે આ વેજીસને 10 મિનિટ માટે બાજુ પર મૂકી દો. હવે બેકીંગ ડિશમાં વેજીસ ગોઠવી પ્રિ હિટેડ ઓવનમાં 20 મિનિટ સુધી 180° તાપમાન પર બેક કરો.

  3. 3

    બેક થ‌ઈ જાય એટલે સર્વીંગ ડીશમા કાઢી ફ્લેવર્ડ મેયોનીઝ અને ચીઝ સ્પ્રેડ સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes