લઝાનિયા (Lasagna Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#new

#માઇઇબુક #પોસ્ટ_૧૦

લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થ‌ઈ.

લઝાનિયા (Lasagna Recipe in Gujarati)

#new

#માઇઇબુક #પોસ્ટ_૧૦

લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થ‌ઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
4 વ્યક્તિ
  1. લઝાનિયા શીટ માટે સામગ્રી
  2. 1 કપમેંદો
  3. 1/2ઘ‌ંઉનો લોટ
  4. 1/4 ચમચીમીઠું
  5. 3 ચમચીતેલ
  6. સ્ટફિંગ માટે
  7. 1ઝીણી સમારેલી ડુંગળી
  8. 1ઝીણી સમારેલી ગાજર
  9. 1ઝીણું સમારેલું લીલું કેપ્સીકમ
  10. 1/2ઝીણું સમારેલું લાલ કેપ્સિકમ
  11. 1/2ઝીણું સમારેલું પીળુ કેપ્સિકમ
  12. 1 કપઝીણી સમારેલી પર્પલ કેબેજ(ન નાખો તો ચાલે)
  13. 1 કપબાફેલા મકાઈના દાણા
  14. 1 કપસમારેલા મશરૂમ
  15. 8-10સમારેલા પાલકના પાન
  16. 3 ચમચીઓલિવ ઓઈલ
  17. ૨ ચમચીલસણની પેસ્ટ
  18. 1 ચમચીક્રશડ મરી પાઉડર
  19. 1 ચમચીગાર્લિક ચીલી સોલ્ટ
  20. 2 ચમચીચીલી ફ્લેક્સ
  21. 1 ચમચીમિક્સ હબ્સ
  22. 1 ચમચીઓરેગાનો
  23. 1 ચમચીલાલ મરચું પાઉડર
  24. મીઠું સ્વાદાનુસાર
  25. વ્હાઇટ સોસ માટે સામગ્રી
  26. 3-4 ચમચીબટર
  27. 2 ચમચીમેંદો
  28. 1 ચમચીલસણની પેસ્ટ
  29. 200મિ.લી. દૂધ
  30. 1 ચમચીચીલી ફ્લેક્સ
  31. 1 ચમચીક્રશડ મરી પાઉડર
  32. 1 ચમચીઓરેગાનો
  33. 2 ચમચીચીઝ સ્પ્રેડ/છીણેલું ચીઝ
  34. મીઠું સ્વાદાનુસાર
  35. રેડ સોસ માટે સામગ્રી
  36. 2 ચમચીઓલિવ ઓઈલ
  37. 1ઝીણી સમારેલી ડુંગળી
  38. 1 ચમચીકાપેલું લસણ
  39. 6-8ટામેટા ની પ્યુરી
  40. 1 ચમચીચીલી ફ્લેક્સ
  41. 1 ચમચીઓરેગાનો
  42. 1 ચમચીલાલ મરચું પાઉડર
  43. મીઠું સ્વાદાનુસાર
  44. અન્ય સામગ્રી
  45. 1 કપ છીણેલું પ્રોસેસ ચીઝ
  46. 1 કપમોઝરેલા ચીઝ
  47. 2સ્લાઈસ ચીઝ
  48. ઓલિવ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ બાકીની સામગ્રી ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી બરાબર મિકસ કરી લોટ બાંધી લો. થોડું તેલ લગાવી 15 મિનિટ સુધી ઢાંકીને રાખો. 15 મિનિટ બાદ રોટલી વણી 30 થી 40 મિનિટ સુધી સૂકાવા દો.

  2. 2

    હવે સ્ટફીંગ માટે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ 2 મિનિટ સુધી સાંતળો. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો 2 મિનિટ બાદ વારાફરતી બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    5 મિનિટ સુધી ઢાંકીને થવા દો. હવે મરી,ગાર્લિક સોલ્ટ, મિક્સ હબ્સ, મીઠું, મરચું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ બાદ પાલક ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ બાદ ગેસ બંધ કરી લો.

  4. 4

    વ્હાઈટ સોસ બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં બટર મેલ્ટ થાય એટલે તેમાં મેંદો ઉમેરી બરાબર શેકાય જાય એટલે તેમાં થોડું થોડું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો. 5 મિનિટ બાદ લસણ, મરી, મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    2 મિનિટ બાદ ચીઝ ઉમેરો અને બરાબર હલાવી લો. હવે ગેસ પરથી ઉતારી લો.

  6. 6

    રેડ સોસ બનાવવા માટે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણ અને ડુંગળી ઉમેરો 5 મિનિટ બાદ ટામેટાની પ્યુરી ઉમેરો અને 5 થી 7 મિનિટ સુધી થવા દો. હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.2 થી 3 મિનિટ બાદ ગેસ બંધ કરી લો. ઠંડુ થવા દો.

  7. 7

    હવે એક નોનસ્ટિક પેનમાં સૌપ્રથમ નીચે રેડ સોસ પાથરી દો. ઉપર લઝાનિયા શીટ મૂકો. હવે ફરી 2 -2 મોટી ચમચી રેડ અને વ્હાઈટ સોસ સ્પ્રેડ કરો. ઉપર 1 મોટો ચમચો વેજીટેબલ સ્ટફીંગ સ્પ્રેડ કરો. ઉપર છીણેલી ચીઝ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. ઉપર બીજી લઝાનિયા શીટ મૂકો અને આ રીતે બઘા લેયર કરો. સૌથી ઉપર સ્લાઈસ ચીઝ, છીણેલું ચીઝ, મોઝરેલા ચીઝ પાથરો.

  8. 8

    હવે ઉપર ઓલિવ મૂકી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. ઢાંકણ ઢાંકી 20 થી 25 મિનિટ સુધી ગેસ પર ધીમા તાપે થવા દો. 25 મિનિટ બાદ ગેસ પરથી ઉતારી લો અને ઢાંકણ ખોલી દો. 5 મિનિટ બાદ ચપ્પુ વડે કાપા પાડી લો અને સર્વીંગ ડીશમા કાઢી મેક્રોની, પાસ્તા અથવા ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો. મેં લઝાનિયા સાથે મેક્રોની ઈન વ્હાઈટ સોસ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes