વેજ પેન લસાનીયા (veg.pan lasagna recipe in Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#GA4
#week5
#cookpadgujrati
#cookpadindia
ઇટાલિયન ફૂડ ની વાત આવે ત્યારે lasagna એ બહુ જ સારો અને હેલ્ધી ઑપ્શન છે. બહુ બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને આપણે તેને heldhy બનાવી શકીએ છીએ. મૂળભૂત રીતે તેમાં પામે ઝાન અને રિકોતા ચીઝનો ઉપયોગ થાય છે પણ આપણે તેને પ્રોસેસ ચીઝ માં પણ બનાવી શકીએ છીએ મેં અહીં ઓવન ની જગ્યાએ પેનમાં ગેસ પર બનાવ્યા છે. ટેસ્ટમાં તો ખુબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. Lasagna સીટ માટે
  2. 1 કપમેંદો
  3. 2 ચમચીતેલ
  4. નમક જરૂર મુજબ
  5. સ્ટફિંગ માટે
  6. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  7. 1/2 કપઝીણા સમારેલા કેપ્સીકમ
  8. 1/4 કપઝીણા સમારેલા ગાજર
  9. 1/4 કપબાફેલા વટાણા
  10. 1/4 કપબાફેલા બટાકા ઝીણા સમારેલા
  11. 1 ચમચીઝીણું સમારેલું લસણ
  12. 1 ચમચીચીલી ફ્લેક્સ
  13. 1/2 ચમચીઓરેગનો
  14. 1/2 ચમચીસેકેલ જીરા નો ભૂકો
  15. 2 ચમચીઓલિવ ઓઈલ
  16. નમક જરૂર મુજબ
  17. 1 1/2 કપરેડ પીીઝા સોસ
  18. 1 1/2 કપવ્હાઈટ સોસ
  19. 1 1/2 કપછીણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પેલા મેંદો માં નમક અને તેલ નાખી પાણી થી midium લોટ બાંધી લેવો.લોટ ને 15 મિનિટ rest aapvo.pchhi તેમાંથી એક સરખા લુવા કરી 4 મોટી રોટલી વણી લેવી.દરેક ને અલગ અલગ રાખી 30 મિનિટ પંખા ના પવન માં સુકાવા દેવી.

  2. 2

    હવે એક નોનસ્ટિક પણ માં તેલ મૂકી તેમાં ઝીણું સમારેલું લસણ એક મિનિટ સાંતળો pchhi તેમાં અોરેગનો નાખી ને ડુંગળી ઉમેરી દો.ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં ગાજર અને કેપ્સીકમ ઉમેરો બે મિનિટ સાંતળો ઓછી તેમાં બાફેલા વટાણા બટેટા ઉમેરો બે મિનિટ સાંતળો હવે તેમાં ચીલી ફ્લેક્સ,જીરા નો ભૂકો,નમ ક ઉમેરી મિક્સ કરો તૈયાર છે આપનું સ્ટફિંગ.

  3. 3

    હવે એક નોનસ્ટિક પેન માં પેલા બેચમચી પિઝ્ઝા સોસ પાથરી દો.તેની ઉપર એક lasange સીટ મૂકો તેની ઉપર બે ચમચી પિઝ્ઝા સોસ અને વ્હાઈટ સોસ લગાવો તેની ઉપર તૈયાર કરેલું એક ચમચી stuffing પાથરો ઉપર થી ચીઝ ભભરાવી દો.તેની ઉપર બીજી સીટ મૂકો તેમાં પણ આજ રીતે બધું પાથરો.આવી રીતે ચારેય સીટ મૂકી છેલ્લે છીણેલું ચીઝ ભભરાવી દો.તૈયાર પેન ને ગેસ પર લો ફ્લેમ પર 20 થી 25 મિનિટ બેક કરવું.વચ્ચે ચેક કરવું.

  4. 4

    આપને વેજ.લસાનિ યા પેન માં બનાવ્યા હોવાથી ખાલી ઉપર થી ચીઝ નો જે રંગ આવવો જોઈ એ એ જ નઈ આવે બાકી ટેસ્ટ માં તો બહુ જ સરસ લાગશે.તૈયાર છે આપણા વેજ.પેન લસાનિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes