રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 200 ગ્રામરાજમા (10 કલાક પાણીમાં પલાળી રાખો)
  2. 1 ચમચીકાપેલું લસણ
  3. 1/2સમારેલું ટમેટું
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 2 ચમચીટાંકો સીઝનીંગ મસાલો
  6. 3 ચમચીતેલ
  7. 1-1+1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  8. 1-1+1/2 ચમચી ઓરેગાનો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ટોર્ટીઆ માટે
  11. 1+1/2 કપ મેંદો
  12. 2 ચમચીમકાઈના લોટ
  13. 1 ચમચીચીલી ફ્લેક્સ
  14. 1 ચમચીઓરેગાનો
  15. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  16. 3 ચમચીતેલ
  17. 1/2 ચમચીમીઠું
  18. અન્ય સામગ્રી
  19. 3ઝીણી સમારેલી ડુંગળી
  20. 1+1/2 કપ ઝીણા સમારેલા લાલ, પીળા અને લીલાં કેપ્સિકમ
  21. 1 કપબાફેલા મકાઈના દાણા
  22. 200 ગ્રામછીણેલું ચીઝ
  23. બ્લેક ઓલીવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પલાળેલા રાજમાં ધોઈને કૂકરમાં બાફી લો. બરાબર મેશ કરી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ટોર્ટીઆ માટેની સામગ્રી ભેગી કરી લોટ બાંધી લો.એક સરખા પ્રમાણમાં ગોળા વાળી રોટલી વણી કાચી પાકી શેકી લો.

  3. 3

    ઠંડી પડે એટલે કટર વડે કટ કરી તેલમાં મધ્યમ તાપે સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરો બરાબર મિક્સ કરી ટમેટું ઉમેરો. 2 મિનિટ બાદ બધા મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો.

  5. 5

    1 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે મેશ કરેલા રાજમા ઉમેરો બરાબર મિક્સ કરી લો. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો.

  6. 6

    તળેલા ટોર્ટીઆનો અઘકચરો ભૂકો કરી લો. હવે સર્વીંગ બાઉલમાં 2 થી 3 ચમચી ટોર્ટીઆ ભૂકો મૂકી 2-2 ચમચી વેજીટેબલ અને ચીઝ ઉમેરી ઓલીવ મૂકો. 1 મિનિટ માટે હાઈ પાવર માટે માઈક્રોવેવ કરવું. બહાર કાઢી ઉપર કેચઅપ સાથે સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes