ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સપરશેફ3
##week3
આ સુરતી સ્પેશિયલ વાનગી છે અને મેં આ વાનગી આપણા મેમ્બર મનીષા બેનની રેસિપીમા થોડા ફેરફાર સાથે બનાવી છે. બહું જ સરસ બની છે. મનીષાબેન તમારો આભાર.
મેં આ વાનગી ૪ વર્ષ પહેલાં સુરતમાં ખાધી હતી. પણ રેસિપી ખબર ન હતી. પણ મનીષાબેને જ્યારે આ વાનગી બનાવી એટલે મને પણ આ બનાવવાની પ્રેરણા મળી.

ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)

#સપરશેફ3
##week3
આ સુરતી સ્પેશિયલ વાનગી છે અને મેં આ વાનગી આપણા મેમ્બર મનીષા બેનની રેસિપીમા થોડા ફેરફાર સાથે બનાવી છે. બહું જ સરસ બની છે. મનીષાબેન તમારો આભાર.
મેં આ વાનગી ૪ વર્ષ પહેલાં સુરતમાં ખાધી હતી. પણ રેસિપી ખબર ન હતી. પણ મનીષાબેને જ્યારે આ વાનગી બનાવી એટલે મને પણ આ બનાવવાની પ્રેરણા મળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1 વાટકીસફેદ વટાણા 8 કલાક સુધી પલાળી રાખો
  2. 1/2ઝીણું સમારેલું ટમેટું
  3. ૨ ચમચીછોલે મસાલો એવરેસ્ટ
  4. ૧ ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. 2-3 ચમચીતેલ
  10. ચપટીહિંગ
  11. 1 ચમચીરાઈ
  12. પૂરી માટે
  13. 1 વાટકીમેંદો
  14. ચપટીમીઠું
  15. 2 ચમચીતેલ
  16. લીલી ચટણી
  17. 1ઝૂડી કોથમીર ધોઈ સમારી લો
  18. 2 ચમચીફુદીનાના પાન
  19. 3-4લીલાં મરચાં
  20. 1 ટુકડોઆદુ
  21. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર
  22. 2 ચમચીશીંગ દાણા
  23. મીઠું સ્વાદાનુસાર
  24. 2-3બરફના ટુકડા
  25. 1/2 ચમચીલીંબુનો રસ
  26. અન્ય સામગ્રી
  27. 1 કપઝીણી સમારેલી ડુંગળી
  28. 1 કપછીણેલું ચીઝ
  29. ચાટ મસાલો
  30. ઝીણી સમારેલી કોથમીર
  31. ઝીણી સેવ
  32. દાડમના દાણા
  33. મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વટાણા બાફી લો. હવે એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી લોટ બાંધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી ટમેટું ઉમેરો અને બરાબર સાંતળી લો.હવે મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો અને બાફેલા વટાણાનુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે વટાણા ઉમેરો અને બરાબર 10 મિનિટ સુધી ઉકળવા દો. લીલી ચટણી માટેની સામગ્રી ભેગી કરી ચટણી બનાવી લો.

  4. 4

    હવે લોટ માંથી લુઆ કરી રોટલી વણી લો. કટર વડે કટ કરી લો અને તેલમાં મધ્યમ તાપે તળી લો.

  5. 5

    તળેલી પૂરીને ટીશ્યુ પેપરમાં લ‌ઈ દબાવી લો.

  6. 6

    હવે સર્વીંગ ડીશમા પૂરી ગોઠવી વટાણાનો રગડો, લીલી ચટણી,મીઠી ચટણી, ડુંગળી, દાડમના દાણા, મૂકી ઉપર ચીઝ,સેવ અને સમારેલી કોથમીર ઉમેરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes