આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#RC1
#Week8
આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે.

આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)

#EB
#RC1
#Week8
આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4-5 સર્વિંગ
  1. પૂરી બનાવવા માટે:
  2. 2 કપમેંદાનો લોટ
  3. 1 Tbspતેલ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. જરૂરિયાત મુજબ પાણી
  6. વટાણા બટેટાનો મસાલો બનાવવા માટે:
  7. 1 કપકઠોળના સફેદ વટાણા
  8. 3 નંગમિડીયમ સાઈઝ બટાકા
  9. 2 Tbspતેલ
  10. 1 Tspજીરુ
  11. 2 નંગસમારેલાં લીલા મરચાં
  12. 1 Tbspઆદુ લસણની પેસ્ટ
  13. 1/2 Tspહળદર પાઉડર
  14. 1 Tspલાલ મરચું પાઉડર
  15. 1 Tspધાણાજીરું પાઉડર
  16. 1 Tspગરમ મસાલો
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ટોપિંગ માટેઃ
  19. કોકમ ચટણી
  20. લીલી ચટણી
  21. બેસન સેવ
  22. દાડમના દાણા
  23. સમારેલી કોથમીર
  24. ડુંગળી ની રીંગ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેદાના લોટમાં તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પાણીથી નરમ લોટ બાંધી ૧૦ મિનીટ માટે સાઈડ પર ઢાંકી ને રાખી દેવાનો છે ત્યાર બાદ તેમાંથી નાના નાના લુઆ બનાવી નાની પુરીઓ તળીને તૈયાર કરી લેવાની છે.

  2. 2

    પલાળેલા વટાણા અને બટાકાને સાથે કૂકરમાં ચપટી હળદર અને મીઠું ઉમેરી બાફી લેવાના છે.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, આદુ-લસણની પેસ્ટ, સમારેલા લીલા મરચા ઉમેરવાના છે.

  4. 4

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરવાનું છે.

  5. 5

    હવે તેમાં બાફીને તૈયાર કરેલા વટાણા અને બટાકાને ઉમેરવાના છે અને બરાબર રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાના છે.

  6. 6

    તળીને તૈયાર કરેલી પુરીને એક સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના પર તૈયાર કરેલો આ મસાલો, કોકમ ચટણી, લીલી ચટણી, સેવ, સમારેલી કોથમીર અને ડુંગળીની રિંગ્સ મૂકવાની છે.

  7. 7

    જેથી આલુ પૂરી સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes