બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સુપરશેફ3
#week3
આ ઈટાલીયન વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌ દરેકને ભાવતી વાનગી છે.
આ વાનગી બ્રંચ સમય માટે એકદમ પરફેક્ટ વાનગી છે. જ્યારે ડીનર માટે ક‌ંઈક હળવું ખાવું હોય તો સહેલાઈથી બનાવી શકાય એવી આ વાનગી છે.
આ વાનગી બનાવવા માટે તમે તમારી પંસદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો.

બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)

#સુપરશેફ3
#week3
આ ઈટાલીયન વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌ દરેકને ભાવતી વાનગી છે.
આ વાનગી બ્રંચ સમય માટે એકદમ પરફેક્ટ વાનગી છે. જ્યારે ડીનર માટે ક‌ંઈક હળવું ખાવું હોય તો સહેલાઈથી બનાવી શકાય એવી આ વાનગી છે.
આ વાનગી બનાવવા માટે તમે તમારી પંસદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 12સ્લાઈસ બ્રેડ
  2. 2-3 ચમચીઝીણા સમારેલા ગાજર
  3. 1/2ઝીણું સમારેલું લીલું કેપ્સિકમ
  4. 2 ચમચીઝીણું સમારેલું પીળુ કેપ્સિકમ
  5. 2 ચમચીઝીણું સમારેલું લાલ કેપ્સિકમ
  6. 1ઝીણી સમારેલી ડુંગળી
  7. 1/2 કપબાફેલા મકાઈના દાણાં
  8. 2 ચમચીઝીણું સમારેલું પનીર
  9. 1ઝીણું સમારેલું ટમેટું
  10. 2 ચમચીબટર
  11. 2 ચમચીચીલી ફ્લેક્સ
  12. 2 ચમચીઓરેગાનો
  13. 1/2 ચમચીક્રશડ મરી પાઉડર
  14. 1/2 ચમચીગાર્લિક સોલ્ટ
  15. 1/2 ચમચીસમારેલુ લીલું મરચું
  16. 1-1+1/2 ચમચી રેડ ચીલી સોસ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. અન્ય સામગ્રી
  19. મોઝરેલા ચીઝ
  20. પ્રોસેસ ચીઝ
  21. બ્લેક ઓલીવ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. નોનસ્ટિક પેનમાં બટર મેલ્ટ થાય એટલે તેમાં ટામેટાં સિવાય બીજા બધા સમારેલા શાકભાજી ઉમેરીને 5 મિનિટ સુધી સાંતળો. હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મીઠું,મરી, ચીલી સોસ અને ગાર્લિક સોલ્ટ ઉમેરો બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે પનીર ઉમેરો બરાબર મિક્સ કરી લો અને ગેસ પરથી ઉતારી લો. 5 થી 7 મિનિટ બાદ લીલી ડુંગળી ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે બેકીંગ ડિશમાં બટર લગાવી બ્રેડ સ્લાઈસ મૂકવી ઉપર 1 થી 1+1/2 ચમચી જેટલું ફિલીંગ પાથરી દો. સમારેલું ટમેટું ઉમેરો.

  3. 3

    ઉપર છીણેલી ચીઝ,મોઝરેલા ચીઝ અને ઓલીવ મૂકી પ્રિહિટેડ ઓવનમાં મૂકી 180° તાપમાન પર 5 થી 7 મિનિટ સુધી બેક કરો.

  4. 4

    તૈયાર છે બ્રુશકેટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes