સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા(stuffed dal baati churma recipe in gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#વેસ્ટ
#india2020
#દાલબાટી
#રાજસ્થાન

ખમ્મા ઘણી !!!

દાલ બાટી ચૂરમા રાજસ્થાની વાનગીઓનો એક પ્રાચીન કાળથી મહત્વપૂર્ણ ભાગ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર માં પણ તે પ્રખ્યાત છે. આ એક સંપૂર્ણ આહાર છે જે ત્રણ વાનગીઓ (દાલ, બાટી, ચૂરમા) નો મેળ છે. ત્રણે વાનગીઓ માં ઘી એક મહાવપૂર્ણ ઘટક છે. મેં એમાં થોડી વિવિધતા ઉમેરી છે જેમાં સાદી બાટી ની સાથે સ્ટફ્ડ બાટી પણ બનાવી છે. સ્ટફિંગ માં મેં પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે જેથી બાટી ફિક્કી લાગે નહિ, કોરી ખાવા માં પણ મજા આવે અને બાળકો ને પણ ચીઝ બર્સ્ટ વાળી બાટી ભાવે.

એવું માનવામાં આવે છે કે વાનગીનો ઉદભવ રાજસ્થાનના મેવાડ રાજ્ય ના સ્થાપક બાપ્પા રાવલ ના શાસન દરમિયાન થયો હતો. તે સમયે બાટી ને યુદ્ધ સમયનું ભોજન માનવામાં આવતું હતું. રાજસ્થાન એક રણ પ્રદેશ હોવાથી લીલા શાકભાજી સહેલાઇ થી મળતા ન હતા. એવું કહેવામાં આવે છે કે સૈનિકો કણક ના ગોળ લુવા કરી ને રેતીના પાતળા સ્તરો હેઠળ સૂર્યની નીચે શેકવા દેતા હતા. તેથી જ્યારે તેઓ પાછા ફરતાં ત્યારે તેઓને સંપૂર્ણ રીતે શેકાયેલી બાટી મળતી જે તેઓ ઘી માં બોળી ને ખાતા। સારા દિવસ પર દહીં અથવા છાશ પણ સાથે લેતા. ચુર્મા અને પંચમલ દાળ સંસ્કૃતિના વિકાસ સાથે પાછળ થી જોડવા માં આવી.

તો પ્રસ્તુત છે સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા !!!

સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા(stuffed dal baati churma recipe in gujarati)

#વેસ્ટ
#india2020
#દાલબાટી
#રાજસ્થાન

ખમ્મા ઘણી !!!

દાલ બાટી ચૂરમા રાજસ્થાની વાનગીઓનો એક પ્રાચીન કાળથી મહત્વપૂર્ણ ભાગ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર માં પણ તે પ્રખ્યાત છે. આ એક સંપૂર્ણ આહાર છે જે ત્રણ વાનગીઓ (દાલ, બાટી, ચૂરમા) નો મેળ છે. ત્રણે વાનગીઓ માં ઘી એક મહાવપૂર્ણ ઘટક છે. મેં એમાં થોડી વિવિધતા ઉમેરી છે જેમાં સાદી બાટી ની સાથે સ્ટફ્ડ બાટી પણ બનાવી છે. સ્ટફિંગ માં મેં પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે જેથી બાટી ફિક્કી લાગે નહિ, કોરી ખાવા માં પણ મજા આવે અને બાળકો ને પણ ચીઝ બર્સ્ટ વાળી બાટી ભાવે.

એવું માનવામાં આવે છે કે વાનગીનો ઉદભવ રાજસ્થાનના મેવાડ રાજ્ય ના સ્થાપક બાપ્પા રાવલ ના શાસન દરમિયાન થયો હતો. તે સમયે બાટી ને યુદ્ધ સમયનું ભોજન માનવામાં આવતું હતું. રાજસ્થાન એક રણ પ્રદેશ હોવાથી લીલા શાકભાજી સહેલાઇ થી મળતા ન હતા. એવું કહેવામાં આવે છે કે સૈનિકો કણક ના ગોળ લુવા કરી ને રેતીના પાતળા સ્તરો હેઠળ સૂર્યની નીચે શેકવા દેતા હતા. તેથી જ્યારે તેઓ પાછા ફરતાં ત્યારે તેઓને સંપૂર્ણ રીતે શેકાયેલી બાટી મળતી જે તેઓ ઘી માં બોળી ને ખાતા। સારા દિવસ પર દહીં અથવા છાશ પણ સાથે લેતા. ચુર્મા અને પંચમલ દાળ સંસ્કૃતિના વિકાસ સાથે પાછળ થી જોડવા માં આવી.

તો પ્રસ્તુત છે સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા !!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

90 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. ➡️ દાલ માટેના ઘટકો:
  2. 3/4 વાડકીતુવેર ની દાળ
  3. 3/4 વાડકીચણા ની દાળ
  4. 3/4 વાડકીમગ ની દાળ
  5. 2 ટેબલસ્પૂનઅડદ ની દાળ
  6. 2 ટેબલસ્પૂનકાળા મગ
  7. 1તેજ પત્તુ
  8. 1તજ નો ટુકડો
  9. 4-5લવંગ
  10. 2સૂકા લાલ મરચાં
  11. 2 ટેબલસ્પૂનજીરું
  12. 2 ટેબલસ્પૂનઆદુ ની પેસ્ટ
  13. 2 ટેબલસ્પૂનલસણ ની પેસ્ટ
  14. 1 ટેબલસ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. 1 ટેબલસ્પૂનજીરું
  17. 1/4 ટીસ્પૂનહિંગ
  18. 1 ટીસ્પૂનહળદર
  19. 2 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર (કાશ્મીરી)
  20. 2 ટેબલસ્પૂનધાણા જીરું પાઉડર
  21. 1 ટીસ્પૂનકાંદા લસણ નો મસાલો
  22. 1 ટેબલસ્પૂનગરમ મસાલો
  23. 1/2 વાડકીઆંબલી નું પાણી (આંબલી પલાળી ને ગાળી લેવું)
  24. 2નાના ટુકડા ગોળ ના
  25. 4-5 ટેબલસ્પૂનતેલ
  26. 2મોટા ઝીણા સમારેલા કાંદા
  27. ➡️ બાટી માટે ના ઘટકો:
  28. 1& 1/2 વાટકી ઘઉં નો લોટ
  29. 5-6 ટેબલસ્પૂનઘઉં નો કકરો લોટ
  30. 3& 1/2 ટેબલસ્પૂન ઝીણો રવો
  31. 2 ટેબલસ્પૂનચણા નો લોટ
  32. 1 ટીસ્પૂનહજમો
  33. ઘી નું મોણ મુઠીયા વળે એટલું
  34. મીઠું સ્વાદ પ્રમાણે
  35. 1 વાડકીદહીં ની જાડી છાસ
  36. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  37. ➡️ બાટી ના સ્ટફિંગ માટે ના ઘટકો:
  38. 1બાફેલું મોટું બટાકુ
  39. 50 ગ્રામપનીર
  40. 1/4 વાડકીબાફેલા લીલા વટાણા
  41. 1ઝીણા સમારેલો મોટો કાંદો
  42. 2અમુલ ચીઝ ક્યુબ (નાના ટુકડા કરી લેવા)
  43. 1 ટેબલસ્પૂનઆદુ ની પેસ્ટ
  44. 1 ટેબલસ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  45. 1 ટીસ્પૂનજીરું
  46. 1/4 ટીસ્પૂનહલ્દી
  47. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર (કાશ્મીરી)
  48. 1 ટીસ્પૂનચાટ મસાલો
  49. 1 ટેબલસ્પૂનઆમચૂર પાઉડર
  50. 1 ટીસ્પૂનગરમ મસાલો
  51. મીઠું સ્વાદ પ્રમાણે
  52. 2 ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  53. 2-3 ટેબલસ્પૂનતેલ
  54. ➡️ ચૂરમા ના ઘટકો:
  55. 4શેકેલી બાટી
  56. 4 ટેબલસ્પૂનઘી
  57. 2 ટેબલસ્પૂનબદામ ની કતરી
  58. 2 ટેબલસ્પૂનકાજુ ની કતરી
  59. 4 ટેબલસ્પૂનદળેલી ખાંડ
  60. ➡️ લસણ ની લાલ ચટણી ના ઘટકો:
  61. 12-15સૂકા લાલ મરચાં
  62. 15કળી સૂકું લસણ
  63. મીઠું સ્વાદ પ્રમાણે
  64. 1 ટેબલસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  65. 2-3 ટેબલસ્પૂનતેલ
  66. ➡️ 1 મોટો બાઉલ પિઘડેલું ઘી
  67. ➡️ 1 વાટકી કોથમીર ની લીલી ચટણી (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

90 મિનિટ
  1. 1

    સૌ થી પેહલા ઉપર જણાવેલ બધી દાળ ને ધોઈ ને 1 કલાક માટે પલાળી દો. સાથે સૂકા લાલ મરચાં અને આંબલી ને પણ અલગ અલગ પલાળી દો.

  2. 2

    બાટી નું સ્ટફિંગ બનાવવા માટે સૌ પ્રથમ તેલ મૂકી ને જીરું ફોડો અને કાંદો નાખી 2-3 મિનિટ માટે સાંતળો. હવે તેમા લીલા વટાણા, આદુ ની પેસ્ટ અને લીલા મરચાં ની પેસ્ટ નાખો. હવે 1 મિનિટ સાંતળો. પછી તેની અંદર હળદર, લાલ મરચું, ચાટ મસાલો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મીઠું નાખી ૧ મિનીટ માટે સાંતળો.

  3. 3

    હવે તેની અંદર બાફેલા બટાકા મેશ કરીને નાખો અને બધું બરાબર મિક્સ કરો. હવે તેની અંદર પનીરને પણ હાથથી ક્રમ્બલ કરીને નાખો અને મિક્સ કરો. હવે એક મિનિટ માટે સાંતળો અને ગેસ બંધ કરી દો. ઉપરથી કોથમીર ભભરાવો આ સ્ટફિંગ ને હવે ઠંડુ થવા દો. સ્ટફિંગ તૈયાર છે.

  4. 4

    બાટી બનાવવા માટે લોટ માં અજમો, બેકિંગ સોડા, મીઠું નાખો અને મિક્સ કરો. હવે તેમાં ઘી નું મોણ મુઠીયા વળે એટલું ઉમેરો. હવે દહીં ની જાડી છાસ થી લોટ બાંધો। લોટ ભાખરી જેટલો કડક નહિ એન્ડ રોટલી જેટલો નરમ નહિ એવો બે ની વચ્ચે નો બાંધો. હવે લોટ ને એક કપડાં થી ઢાંકી 15 મિનિટ માટે રેસ્ટ આપો. ત્યાં સુધી માં આપણે દાળ બનાવી લઈએ.

  5. 5

    દાળ બનાવવા માટે પેહલા પગલાં માં પલાળેલી દાળ ને કૂકર માં 2-3 સીટી વગાડી ને દાળ આખી રહે એવી બાફી લો. હવે એક પેન માં તેલ મૂકી તેજ પત્તા, તજ, લવંગ, સૂકા લાલ મરચાં અને જીરું ફોડી હિંગ નાખો। પછી તેમાં સમારેલો કાંદો, આદુ, લસણ, લીલા મરચાં ની પેસ્ટ નાખી 3-4 મિનિટ માટે સાંતળો. હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, કાંદા લસણ નો મસાલો અને મીઠું નાખી 1 મિનિટ સાંતળો.

  6. 6

    હવે તેમાં બાફેલી દાળ, આંબલી નું પાણી, અને ગોળ ઉમેરો. જે પ્રમાણે દાળ ની કોંસિસ્ટેંસી જોઈતી હોઈ એ પ્રમાણે દાળ માં પાણી ઉમેરો અને કકળાવો। હવે ગેસ બંધ કરી ઉપર થી કોથમીર ભભરાવો। દાળ તૈયાર છે.

  7. 7

    હવે સ્ટફ્ડ બાટી બનાવવા માટે તૈયાર કરેલા સ્ટફિંગ ના નાના નાના ગોળા બનાવીને થાપી લો અને તેમાં ચીઝ નો એક ટુકડો મુકો એન્ડ ફરી ગોળો સરખો કરી લો. આ રીતે બધા ગોળા તૈયાર કરી લો. હવે ઘઉં ના લોટ નો એક મીડીયમ સાઈઝ નો લુવો લઇ એને પૂરી જેવો થાપો. એમાં સ્ટફિંગ નો ગોળો મૂકી ને બધી બાજુ થી સીલ કરી ને ગોળો બનાવી લો. આ રીતે બધી સ્ટફ્ડ બાટી બનાવી લો. સાદી બાટી બનાવવા માટે ઘઉં ના લોટ નો લુવો લઇ ગોળો તૈયાર કરો અને એની ઉપર ઉભો અને આડો કાપો મૂકી એને હાથ થી ફરી રોલ કરી લો. આ રીતે બધી સાદી બાટી તૈયાર કરી લો.

  8. 8

    હવે બાટી ના કૂકર ને ગેસ પાર 5-7 મિનિટ માટે પ્રી હીટ કરો. હવે તેમાં સ્ટફ્ડ અને સાદી બાટી બંને ગોઠવી દો અને ઢાંકણું ઢાંકી દો. બાટી ને એક બાજુ 10-12 મિનિટ માટે સ્લૉ મીડીયમ ફ્લેમ પર શેકાવા દો. હવે બાટી ને ફેરવી ને બીજી બાજુ પણ 10-12 મિનિટ શેકાવા દો. લાઈટ ગોલ્ડન બ્રોઉન થાય એટલે બાટી તૈયાર છે. હવે બાટી ને પિઘડેલાં ઘી ના મોટા બાઉલ માં 15-20 મિનિટ માટે બોળી દો.

  9. 9

    ચૂરમું બનાવવા માટે 4 સાદી બાટી (ઉપર બનાવી છે તે) મીક્ષી જાર માં લઇ ને પીસી લો. એક પેન માં ઘી મૂકી બાટી નો ભૂકો ઉમેરી 2-3 મિનિટ સાંતળી લો. તેમાં ઇલાયચી પાઉડર, બદામ અને કાજુ ની કાતરી નાખી 1-2 મિનિટ સાંતળો। હવે ગેસ બંધ કરી ચૂરમું એકદમ ઠંડુ પાડવા દો. હવે તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો. ચૂરમું તૈયાર છે.

  10. 10

    લસણ ની લાલ ચટણી બનાવવા માટે મીક્ષી જાર માં પલાળેલા લાલ મરચાં (સાથે થોડું એનું જ પાણી પણ), લસણ, લાલ મરચું પાઉડર, અને મીઠું નાખી પીસી લો. હવે એક પેન માં તેલ ગરમ કરો અને આ પેસ્ટ ને ઉમેરી ને 2-3 મિનિટ સાંતળો એટલે તેલ છૂટું પડશે. તૈયાર છે લસણ ની લાલ ચટણી.

  11. 11

    તૈયાર છે ટમટમાટ સ્વાદિષ્ટ સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા !!!
    પારંપરિક રીતે રાજસ્થાન માં ઘી માં બોળેલી બાટી ને એક માટી ના વાસણ માં ચૂરી ને તેની ઉપર દાળ, લસણ ની લાલ ચટણી, સમારેલો કાંદો, સમારેલી કોથમીર અને ઉપર થી રેડી ને પીરસવા માં આવે છે. સાથે પાપડ, મરચાં અને લીલી ચટણી પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
It looks super yummy😋😋👌....and awesome representation 👍

Similar Recipes