મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

આ ટીક્કી બચેલી સામગ્રી ભેગી કરી બનાવી છે. ચણા, ફણગાવેલા મગ, ભાત અને વધારે સ્વાસ્થ્ય વર્ધક રૂપ માટે એમાં ઓટ્સ તથા શાકભાજી ઉમેરી લીધાં છે. રોજીંદા મસાલા અને દરેકને પ્રિય સામગ્રી એવી ચીઝ ઉમેરો એટલે દરેક જણ હોંશે હોંશે ખાય છે.

આ વાનગી બચેલી સામગ્રી વડે બનતી હોય છે એટલે સમય પણ ઓછો લાગે છે. બઘી જ વસ્તુ બોઈલ્ડ છે એટલે ડીપ ફ્રાયને બદલે સેલો ફ્રાય કરી શકો છો.

મેં અહીં સીઝનીંગ તરીકે પીરી પીરી મસાલો ટીક્કીમા પણ ઉપયોગ કર્યો છે અને પીરી પીરી ડીપ સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપબચેલા ભાત
  2. 1/2 કપબાફેલા ચણા
  3. 1/4 કપબાફેલા ફણગાવેલા મગ
  4. 1/2 કપઓટ્સ
  5. 1 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  6. 2 ચમચીઝીણી સમારેલી ગાજર
  7. 2 ચમચીઝીણું સમારેલું બીટ
  8. 1/2 ચમચીઝીણું સમારેલું લીલું મરચું
  9. 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  10. 1 ચમચીઆદુની પેસ્ટ
  11. 1/2 ચમચીલસણની પેસ્ટ/ સમારેલુ લીલું લસણ
  12. 2 ચમચીસમારેલી કોથમીર
  13. 1 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 ચમચીચાટ મસાલો
  15. 2 ચમચીપીરી પીરી મસાલો
  16. 2-3 ચમચીમોઝરેલા ચીઝ
  17. સ્વાદાનુસાર મીઠું
  18. 2 ચમચીબટર
  19. પીરી પીરી ડીપ માટે
  20. 2 ચમચીમેયોનીઝ
  21. 1 ચમચીચીઝ સ્પ્રેડ
  22. 1 ચમચીપીરી પીરી મસાલો
  23. 1 ચમચીકેચઅપ
  24. 1/2 ચમચીરેડ ચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    મિક્સર જારમાં સૌપ્રથમ ચણા,મગ,ભાત અને ઓટ્સ ઉમેરીને લો પાવર પર ચલાવી લો. મિશ્રણ અધકચરૂ રાખવું. સ્મુધ પેસ્ટ કરવી નહીં.

  2. 2

    મિશ્રણને એક વાસણમાં કાઢી બાકીની બધી સામગ્રી મિક્સ કરી લો. આ ટીક્કીના મિશ્રણ માંથી એક સરખા ભાગે 10 ભાગ કરી ટીક્કી બનાવી લો.

  3. 3

    એક નોનસ્ટિક ગ્રીલ પેનમાં બટર મેલ્ટ થાય એટલે તેમાં ટીક્કી મધ્યમ તાપે સોનેરી રંગની થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લો.

  4. 4

    હવે ડીપ બનાવવા માટે એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે પીરી પીરી ડીપ.

  5. 5

    ટીક્કીને સર્વીંગ ડીશમા કાઢી પીરી પીરી ડીપ અને કે‌ચ‌અપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes