દર નો લાડવો

Kunti Naik
Kunti Naik @cook_19344314

#FAM
અમારા દેસાઈ (અનાવિલ બ્રાહ્મણ) નો કોઈ પણ શુભ પ્રસંગ આ દર ના લાડવા વગર પૂરો નથી થતો.લાડવા ના શુકન થી જ પ્રશંગ ની શરુઆત થાય છે. પેલા તો આ લાડવા ના સ્વાદ અને દેખાવ થી છોકરી ની રસોઇ કળા ને જજ કરાતી. લગ્ન માં આ લાડવા ને ડબ્બા માં ભરી એના પર ખાવાની વસ્તુ જેવી કે ચોકલેટ, બદામ,કાજુ, દ્રાક્ષ, લાવંગ, જેમ્સ , કલરફૂલ વરિયાળી દાણા થી શણગારી દીકરી ના સાસરે મોકલાઈ છે. અમારા ફેમિલી ની સિગ્નેચર ડિશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિની
  1. ૫૦૦ gram છડેલા ઘંઉ નો થોડો કકરો લોટ
  2. ૩૭૫ gram ચોખું તાજુ ઘી
  3. ૫૦૦ gram દળેલી ખાંડ / સાંકર જરૂર મુજબ
  4. એલચી પાઉડર
  5. ચોરસ સાકર ના ટુકડા ૧ મોટી ચમચી

રાંધવાની સૂચનાઓ

૩૦મિની
  1. 1

    પેનમાં ઘી લઈ એમાં ૨-૩ વાર ચાડેલો લોટ નાખવો. હવે ધીમે તાપે શેકવા દેવો.સતત હલાવતા રહેવું. શેકવા મંડસે એટલે સુગંધ આવશે અને કલર બદલવા મંદસે. અને ઘી પણ છૂટવા મંડ્સે. એટલે ગેસ પર થી ઉતારી લેવું. રૂમ તાપમાને જ ઠંડુ થવા દેવું.વચે હલાવી લેવું.

  2. 2

    એકદમ ઠંડા પડેલા લોટ ના ટુકડા કરી હાથે થી બરાબર ફીણી લેવું.પછી થોડી થોડી દળેલી ખાંડ નાખતા જવું. તમારા સ્વાદ પ્રમાણે થોડો ફેરફાર કરી શકાય. એલચી પાઉડર અને સાકર ના ટુકડા પણ નાંખી ને મિક્સ કરી લેવું.

  3. 3

    એના નાના ગોળા કરી ભરી લેવો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ (9)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
Mast. My n my kids favourite દરનો લાડવો

Similar Recipes