આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week15
#Grill

સેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.
અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.

અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. 250 ગ્રામવટાણા
  3. 3સમારેલી ડુંગળી
  4. 1ઝીણું સમારેલું લીલું મરચું
  5. 1 ચમચીઆદુની પેસ્ટ
  6. મીઠા લીમડાનાં પાન
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1+1/2 ચમચી ચાટ મસાલો
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. સ્વાદાનુસાર મીઠું
  14. 3-4 ચમચીતેલ
  15. 1 ચમચીજીરૂ
  16. ચપટીહિંગ
  17. 1/2 ચમચીલીંબુનો રસ
  18. 2 ચમચીસમારેલી કોથમીર
  19. અન્ય સામગ્રી
  20. 6બ્રેડ સ્લાઈસ
  21. ૧/૪ ચમચીબટર
  22. ૧ ચમચીલીલી ચટણી
  23. ૧/૪ ચમચીસેન્ડવીચ મસાલો
  24. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા બાફી લો. ત્યારબાદ વટાણા 2 સીટી વગાડી બાફી લો. બાકીની સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હિંગ, મીઠા લીમડાનાં પાન મરચું અને આદુની પેસ્ટ ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે સમારેલી ડુંગળી ઉમેરો ચપટી મીઠું ઉમેરીને 5 થી 7 મિનિટ સુધી સાંતળો. હવે બાફેલા બટાકા મસળીને ઉમેરો.

  3. 3

    હવે વટાણા ઉમેરો અને બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો. સમારેલી કોથમીર અને લીંબુનો રસ મિક્સ કરી લો.

  4. 4

    બ્રેડ સ્લાઈસ ઉપર બટર અને ચટણી લગાડી સેન્ડવીચ મસાલો છાંટીને 2 ચમચી આલુ મટર સ્ટફિંગ પાથરી દો. થોડી ચીઝ ઉમેરો અને ગ્રીલ કરવા મૂકો. થ‌ઈ જાય એટલે કટ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes