વડા (Vada Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

દેસાઈ લોકોની સ્પેશિયલ વાનગી જે શિયાળામાં દરેક ઘરમાં એકવાર તો બનતી જ હોય છે.

શિયાળામાં તુવેર શીંગ સરસ મળી રહે છે એટલે એના દાણા, ચોખાનો લોટ, ગોળ અને આદુ મરચાં ઉમેરીને આ વાનગી બનાવવામાં આવે છે. જેનો તીખો અને ગળ્યો એમ બંને સ્વાદ આવે છે.

વડા (Vada Recipe in Gujarati)

દેસાઈ લોકોની સ્પેશિયલ વાનગી જે શિયાળામાં દરેક ઘરમાં એકવાર તો બનતી જ હોય છે.

શિયાળામાં તુવેર શીંગ સરસ મળી રહે છે એટલે એના દાણા, ચોખાનો લોટ, ગોળ અને આદુ મરચાં ઉમેરીને આ વાનગી બનાવવામાં આવે છે. જેનો તીખો અને ગળ્યો એમ બંને સ્વાદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
  1. 1 વાટકીતુવેરના દાણા
  2. 2+1/2 વાટકી ચોખાનો લોટ
  3. 1/2 વાટકીઘંઉ/ ચણાનો લોટ (મેં અહીં ઘંઉનો લોટ લીધો છે)
  4. 1/3-1 વાટકીગોળ
  5. 1-1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  6. 1-1+1/2 ચમચી આદુની પેસ્ટ
  7. 1 ચમચીતલ
  8. 1/2 કપતેલ
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીસમારેલું લીલું લસણ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ માપ મુજબ દાણા અને લોટ લઈ લો.

  2. 2

    હવે એક પેનમાં 200 મિલી પાણી ગરમ થાય એટલે તેમાં લોટ અને દાણા સિવાય અન્ય સામગ્રી ઉમેરી બરાબર મિકસ કરી લો અને એક ઉકાળો આવવા દો.

  3. 3

    હવે થોડો થોડો લોટ ઉમેરો અને વેલણ અથવા લાકડાના તવેતાથી મિક્સ કરતા જાઓ. બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે કૂકરમાં પાણી ઉમેરી દાણા ઉમેરો. સ્ટેન્ડ પર ચાળણી મૂકી તૈયાર લોટ ઉમેરી 2 સીટી વગાડી 5 મિનિટ સુધી ધીમા તાપે થવા દો. હવે કૂકર ઠંડું થાય એટલે દાણા નિતારી લો. લોટ એક બાઉલમાં કાઢી લો.

  5. 5

    હવે લોટમાં દાણા ઉમેરીને હળવેથી મિક્સ કરી લો.

  6. 6

    લોટમાંથી એકસરખા માપના ગોળા વાળી લો અને તેને ગરમ તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes