મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને પણ કણક બાંધી તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવા શાક મિશ્રિત કણકના પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઓ લોટના મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખમાં આવે છે. પહેલા પરોઠા એક જાડી રોટલી સમાન હોય છે જ્યારે બીજાં પ્રકરના પરોઠામાં સ્તરો હોય છે.

મુઘલાઈ પરાઠા જે ઝીણા સમારેલા શાકભાજી, પનીર અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતા સ્ટફડ પરાઠા છે. નાસ્તા તરીકે અથવા સાંજના સમયે હળવા વ્યંજન તરીકે પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. ➡️ સ્ટફીંગ માટે
  2. 1 કપઝીણી સમારેલી કોબીજ
  3. 2ઝીણી સમારેલી ડુંગળી
  4. 1/2ઝીણી સમારેલી ગાજર
  5. 1/2 કપઝીણું સમારેલું કેપ્સિકમ(લાલ, લીલું, પીળું)
  6. 200 ગ્રામસ્ક્રમ્બલ પનીર
  7. 2બાફેલા બટાકાનો માવો
  8. 4 ચમચીતેલ
  9. 1/2 ચમચીજીરૂ
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 1/4 ચમચીગરમ મસાલો
  14. 1/2 ચમચીઆમચૂર પાઉડર/ચાટ મસાલો
  15. 1/2 ચમચીઆદુની પેસ્ટ
  16. 1/2 ચમચીલસણની પેસ્ટ
  17. 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  18. 1/2 ચમચીસમારેલું લીલું મરચું
  19. 2 ચમચીસમારેલી કોથમીર
  20. પરાઠા માટે
  21. 2 કપમેંદો અથવા 1-1 કપ મેંદો- ઘંઉનો લોટ
  22. 2-3 ચમચીતેલ
  23. 1/2 ચમચીમીઠું
  24. 1/2 ચમચીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પરાઠાનો લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો અને તેલ લગાવી 15 થી 20 સુધી ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે સમારેલી ડુંગળી ઉમેરો 2 થી 3 મિનિટ સુધી સાંતળો પછી સમારેલી, ગાજર, કોબીજ, કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ બાદ બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે પનીર અને બાફેલા બટાકાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો.

  3. 3

    હવે પરાઠાનો લોટ માંથી ગોળા વાળી પરાઠા વણી વચ્ચે 2 થી 3 ચમચી જેટલું સ્ટફીંગ મૂકી આ રીતે લંબચોરસ આકારમાં વાળી લો.

  4. 4

    હવે સ્ટફ કરેલા પરાઠાને તવી પર તેલ મૂકી મધ્યમ તાપે બંને બાજુ શેકી લેવા. બાળકોને સહેલાઈથી ખવડાવવા માટે ચીઝ પણ ઉમેરી શકો છો.

  5. 5

    તૈયાર છે મુઘલાઈ પરાઠા સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes