કપુરીયા (Kapureeya Recipe in Gujarati)

આ એક વિસરાતી જતી વાનગી છે જે આપણા બાળકો માટે એકદમ નવીન પ્રકારની વાનગી છે.
જે નાસ્તા માટે અથવા સાંજે ખાવામાં પણ બનાવી શકાય છે.
લીલું લસણ,તુવેરના દાણા અને મિક્સ લોટ વડે ફટાફટ બની જાય એવી વાનગી છે.
આજે આ વાનગી બનાવી તો મારી દીકરી બોલી કે આ તો મેંદુવડા નહિ નહિ ડોનટ્સ બનાવ્યા.
પણ એણે પ્રેમથી ખાધા.
કપુરીયા (Kapureeya Recipe in Gujarati)
આ એક વિસરાતી જતી વાનગી છે જે આપણા બાળકો માટે એકદમ નવીન પ્રકારની વાનગી છે.
જે નાસ્તા માટે અથવા સાંજે ખાવામાં પણ બનાવી શકાય છે.
લીલું લસણ,તુવેરના દાણા અને મિક્સ લોટ વડે ફટાફટ બની જાય એવી વાનગી છે.
આજે આ વાનગી બનાવી તો મારી દીકરી બોલી કે આ તો મેંદુવડા નહિ નહિ ડોનટ્સ બનાવ્યા.
પણ એણે પ્રેમથી ખાધા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,તલ, હિંગ મીઠા લીમડાનાં પાન અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે ક્રશડ તુવેર દાણા ઉમેરો અને 2 થી 3 મિનિટ સુધી સાંતળો.
- 2
હવે મસાલા ઉમેરી લો. મેં અહીં 2 ચમચી તુવેર દાણા પણ ઉમેર્યા છે. લીલું લસણ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી 3 વાટકી પાણી ઉમેરી દો.
- 3
પાણી ઉકળે એટલે ગેસ ફલેમ ધીમે કરી તેમાં કપુરીયાનો લોટ ઉમેરો અને વેલણ અથવા લાકડાના તવેતાથી મિક્સ કરી લો. અને લોટ ઠંડો કરવા મૂકો. તુવેરના દાણા પાણીમાં બોઈલ કરી લો. મેં લોટ 1 કલાક સુધી રહેવા દીધો હતો.
- 4
લોટ ઠંડો થાય એટલે તુવેરના દાણા ઉમેરો બરાબર મિક્સ કરી લો. અને ગોળા વાળી લો. આ ગોળાને સ્ટીમર માં 12 થી 15 મિનિટ સુધી ઢાંકીને થવા દો.ગરમ ગરમ કપુરીયા ઉપર તેલ રેડીને પણ ખાઈ શકાય છે.
- 5
હવે વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું તલ હિંગ અને મીઠા લીમડાનાં પાન અને લાલ મરચું પાઉડર ઉમેરીને વઘાર કરી લો. સર્વીંગ ડીશમા કપુરીયા કાઢી ઉપર વઘાર રેડી લીલું લસણ ભભરાવી સર્વ કરો.
- 6
આ કપુરીયા લીલી ચટણી સાથે ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર દાણામાં ઢોકળી (Tuvar Dana Dhokli Recipe in Gujarati
#GA4#Week13#Tuvarશિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ મળે છે. અને તુવેરના દાણા વડે ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.એમાંથી એક મારી મનપસંદ વાનગી છે તુવેરના દાણામાં ઢોકળી. જે ડીનર માટે પણ બનાવી શકાય છે. આ વાનગીમાં બધા જ સ્વાદ આવી જાય છે એટલે આ વાનગી મારી પ્રિય છે. Urmi Desai -
તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)
તુવેર દાણા એ મારા એકદમ ફેવરિટ છે. મારા ઘરે તુવેર દાણાનો શિયાળામાં સૌથી વધુ વપરાશ થાય છે.આ ભાત એકદમ ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
લીલવાના ઘૂઘરા(Leelvana Ghughra Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujaratiગુજરાતીઓનુ મનપસંદ ફરસાણ તરીકે તુવેર દાણા/લીલવા ઘૂઘરા / કચોરીતુવેરના દાણા ક્રશડ કરી મસાલા ઉમેરી બનાવવામાં આવતા પૂરણ/સ્ટફીંગને મેંદાની/ઘંઉ ની પુરીમાં ભરી ઘૂઘરા/કચોરી એ ફરસાણ તરીકે મારા દરેકને ભાવતી વાનગી છે. અને સાથે ગળ્યું તો કંઈક બનાવવાનું નક્કી જ હોય. એટલે આજે ગળ્યા માં મારી દીકરીને ભાવતો રવાનો ચોકલેટ ફલેવર શીરો.નવીનતામા ઘૂઘરા નું પૂરણ અને પડ માટે બાંધેલા લોટને મિક્સ કરી પૂરી બનાવી છે જે મારા બાળકોને ખૂબ ભાવે છે.જ્યારે પણ લીલવાના ઘૂઘરા/કચોરી બને ત્યારે આ રીતે પૂરી પણ સાથે બનાવવાની. તમે પણ બનાવી જોજો સરસ લાગે છે. Urmi Desai -
વડા (Vada Recipe in Gujarati)
દેસાઈ લોકોની સ્પેશિયલ વાનગી જે શિયાળામાં દરેક ઘરમાં એકવાર તો બનતી જ હોય છે.શિયાળામાં તુવેર શીંગ સરસ મળી રહે છે એટલે એના દાણા, ચોખાનો લોટ, ગોળ અને આદુ મરચાં ઉમેરીને આ વાનગી બનાવવામાં આવે છે. જેનો તીખો અને ગળ્યો એમ બંને સ્વાદ આવે છે. Urmi Desai -
લીલવાના સ્ટફડ પરાઠા (Lilva stuffed Paratha Recipe in Gujarati)
#લીલી તુવેરની કચોરી પ્રખ્યાત વાનગી છે. એ જ સ્ટફીંગ વડે પરાઠા બનાવ્યા છે. એટલે ઓછું તેલ વપરાય. Urmi Desai -
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
લીલવા ઘૂઘરા ચાટ (Ghughara Chaat Recipe in Gujarati)
#Cooksnapસામાન્ય રીતે આપણે તુવેરના દાણા/ લીલવા ની કચોરી બનાવી ચટણી સાથે સર્વ કરતાં હોઈએ છીએ ત્યારે એજ વસ્તુઓને ભેગી કરીને આ વાનગી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને મમરા કે કડક પૂરી કરી સાથે સલાડ અને ચટણી ઉમેરી ચાટ બનાવીને ખાઈએ છીએ ત્યારે આજે મેં લીલવા ઘૂઘરા ચાટ બનાવી છે. એક વાર ટ્રાય કરવા જેવી વાનગી છે. Urmi Desai -
કપુરીયા (Kapuriya Recipe In Gujarati)
#GA4#week13#tuvarશિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે તો આ ઋતુ માં લીલા શાકભાજી પણ એટલા જ સારા મળી રહે છે. લીલી તુવેર માંથી કચોરી, દખી, ઢેકરા, કપુરીયા જેવી ઘણી વાનગી સ્પેશિઅલ શિયાળા માં બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
ગુજરાતી કઢીનો મસાલો (Gujarati kadhino Masalo Recipe in Gujarati)
#GA4#week4#Gujarati # કઢીગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે.આ મસાલામાં આંબા અને લીલી હળદર, લીલી તુવેરના દાણા નાખી વાટવામા આવે છે. જેથી કઢીનો સ્વાદ ખૂબ સરસ લાગે છે.આ મસાલો વાટી ફ્રીઝરમા લાંબા સમય સુધી રાખી શકાય છે. Urmi Desai -
ઢેખરા (Dhekhra recipe in Gujarati)
ઢેખરા દક્ષિણ ગુજરાતની લોકપ્રિય વાનગી છે જે અનાવિલ બ્રાહ્મણ સમુદાયના લોકો દ્વારા વધારે બનાવવામાં આવે છે. ઢેખરા તુવેરના દાણા, ચોખાનો લોટ, બીજા લોટ અને મસાલાઓ સાથે બનાવવામાં આવે છે. આ એકદમ અલગ પ્રકારની વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. ઢેખરાને ચા અને કોફી સાથે નાસ્તા તરીકે પીરસવામાં આવે છે.#GA4#Week4 spicequeen -
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
લીલી તુવેર અને સવાની ભાજીનું શાક(Lili tuver, suva bhaji sabji recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરતુવેરના દાણા શિયાળામાં આવતાની સાથે જ કચોરી ખાવાનું મન થાય કચોરી તો અવારનવાર બનાવીએ સાથે શાક પણ ખુબ સરસ લાગે આજે મેં લીલી તુવેરના દાણા માંથી સવાની ભાજી સાથે કોમ્બિનેશન કરીને ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યુ છેસવાની ભાજી આમ તો સ્ત્રીઓને સુવાવડ વખતે ખવડાવવામાં આવે છે પરંતુ એમના પણ જો ઘરમાં બધા ખાય તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે તેનાથી કમર દુખતી નથીતેને મગની દાળ નાખીને પણ બનાવી શકાય છેએકલા રીંગણ નાંખીને પણ બનાવી શકાય છેમેં આજે તુવેરના દાણા નાખીને બનાવી છેતુવેરના દાણા ના સાથે રીંગણનું કોમીનેશન કરીને પણ સવા ની ભાજી બનાવી શકાય છેસવાની ભાજી નું તુવેરના દાણા નું શાક મારો બહુ જ ફેવરિટ છેઘણા લોકો એવા હોય છે કે જેમણે કદી સવાની ભાજી ખાધી જ નથી હોતીઘણા લોકોએ તો જોઈ પણ નથી હોતીતમે એકવાર જરૂરથી ટ્રાય કરશો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
હરિયાલી સ્ટફ પરાઠા (Hariyali Stuffed Paratha Recipe in Gujarati)
#WPR#MBR6આ પરાઠા લીલી તુવેરના દાણા માંથી બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
તુવેર ની કઢી(Tuver Kadhi Recipe in Gujarati)
આ એક શિયાળુ વાનગી છે તેમાં લીલું લસણ અને આદુ નો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે જે આરોગ્ય માટે સારું છે#GA4#week13 Shethjayshree Mahendra -
મીની મસાલા ઈડલી (Mini Masala Idli Recipe in Gujarati)
ઈડલી નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. ઓછા સમયમાં ઓછી સામગ્રી વડે બનતી આ વાનગી કોઈ પણ સમયે બનાવી શકાય છે. સવારના નાસ્તામાં કે સાંજે ઓછી ભૂખ લાગે ત્યારે પણ આ વાનગી બનાવી શકાય છે.ઈડલી બનાવીને રાખી હોય તો ફક્ત 5 મિનિટ માં જ બની જાય છે.ઈડલી પચવામાં પણ સરળ છે.મારા દીકરાને ભાવતી વાનગી છે. Urmi Desai -
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
મકાઈનો ચેવડો (Makai no chevdo recipe in Gujarati)
મકાઈનો ચેવડો એ એક ખૂબ જ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે. એ નાસ્તામાં બનાવી શકાય અથવા તો લાઈટ લંચ કે ડિનર તરીકે પણ લઈ શકાય. આ ચેવડાની ઉપર સેવ, મમરા અથવા તો સુકો ચેવડો ઉમેરીને ખાવાથી એનો સ્વાદ વધી જાય છે. spicequeen -
તૂરીયા પાત્રા (Tooriya patra Recipe in Gujrati)
પાત્રા એ ફરસાણ તરીકે ખૂબ પ્રખ્યાત છે જ. પણ એને તૂરીયા સાથે શાક બનાવી લો તો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.એટલે એક વખત આ વાનગી જરૂરથી બનાવી જોજો. Urmi Desai -
-
પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)
#MRCહોમ ટાઉન નવસારીની પ્રખ્યાત વાનગી #પાવ_બટાકા.જે ઓછી સામગ્રી વડે ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. જે અહીં સવારના નાસ્તાના સમયે લોકો ખાવાનું પસંદ કરે છે. અત્યારે ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ પાવ બટાકા ખાવાની મજા પડી જાય. Urmi Desai -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#Winter#Cookpadindia#Cookpadgujaratiઊંધિયું એ એવી વાનગી છે જેનો કઈ પરિચય આપવાની જરૂર નથી હોતી કારણ કે ઊંધિયું અને શિયાળો બંને એકબીજાના પર્યાય બની જાય છે.શિયાળાની ઋતુમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં મળી આવે છે એટલે આ ઠંડીની ઋતુમાં ઊંધિયું બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે અને સાથે જલેબી પછી તો પૂછવું જ શું?આ બે વાનગી મળી જાય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. અને ઊંધિયું હું ઓછા સમયમાં ઓછા તેલમાં કૂકરમાં બનાવું છું અને ઓવનમા બેક પણ કરું છુંતમારૂં શું કહેવું છે.?શિયાળાની શરૂઆત અને ઊંધિયું બનાવીને ખાવાની મજા પડશે.મહેનત કરવી પડે છે પણ ખાવાની મજા પણ ખૂબજ આવે છે. Urmi Desai -
કઢી નો મસાલો (Kadhi Masala Recipe In Gujarati)
શિયાળાની સિઝનમાં તુવેરના દાણા અને આંબા હળદર મળતી હોવાથી આ મસાલો તૈયાર કરી ને ફ્રીઝ માં ફ્રોઝન કરી શકાય છે. અને જ્યારે જોઇએ ત્યારે તેમાંથી ઉપયોગ લઈને કઢી બનાવી શકાય છે. Hemaxi Patel -
ફાડાની ખીચડી (Fadani khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiઘંઉના ફાડા જેની લાપસી બનાવીએ છીએ. આજે મેં શાકભાજી અને મગની દાળ લઈ મસાલા ઉમેરી ખીચડી બનાવી છે.જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી વાનગી છે જે બાળકોને પણ ખૂબ ભાવશે.અહીં મેં ખીચડીને દહીં તીખારી, બીટ, અને ખીચીયા પાપડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
લીલી તુવેરના ટોઠા (Lili tuver totha recipe in Gujarati)
#MW2 અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. તો લીલા અને તાજા શાકભાજી બહુ સરળતાથી મળી રહે છે. આમ તો ટોઠા સૂકી તુવેરના વધારે ફેમસ છે. પણ લીલી તુવેરના ટોઠા પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Sonal Suva -
દૂધીનો ભૂકો (Doodhino Bhooko Recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ_લોટ#week2#માઇઇબુક #પોસ્ટ૩૦દૂધીનો ભૂકો એ એક વિસરાતી જતી વાનગી છે. જ્યારે પહેલાં ગેસ અને કૂકર ન હતા ત્યારે આ વાનગી વધુ પ્રમાણમાં બનતી. એ આજે મુઠીયાના રુપમાં બંને છે. જે સમય બચાવે છે.આપણા મેમ્બર સોનલબેને કાંદા/ડુંગળી ઉમેરીને લોટારૂની રેસિપી મૂકી હતી. એ જોઈ મને પણ આ વિસરાતી વાનગી બનાવવાની પ્રેરણા મળી. આભાર આપનો.આજે આપણે લોટમાં જોઈતી સામગ્રી ઉમેરી મસાલો નાખી કૂકરમાં કે વરાળથી બાફીને પછી વઘારીને મુઠીયા બનાવીએ છીએ. આ વાનગી હું મારા દાદીમાં પાસે શીખી છું અને આજે મેં મારા બાળકો માટે બનાવી છે.દૂધી ખમણી અલગ અલગ લોટ અને મસાલા ઉમેરી ધીમા તાપે બનતી આ વાનગીને બનતા સમય લાગે છે પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો એકવાર ટ્રાય કરી જુઓ. Urmi Desai -
ભીંડાની કઢી (Bhinda ni Kadhi Recipe in Gujarati)
#સુપરશેફ1#goldenapron3 #week25 #Satvik#માઇઇબુક #પોસ્ટ૨૩આ વાનગી જ્યારે પણ ભીંડાનું શાક બચ્યું હોય એટલે સાંજે ભીંડાની કઢી બનાવવાનું નક્કી. Urmi Desai -
ઓનિયન રાઈસ (Onion Rice Recipe In Gujarati)
#MAઆ વાનગી નાનપણમાં મારી બા બનાવતા હતા અને ત્યારથી જ આ વાનગી મારી પ્રિય છે. એમની પાસેથી આ વાનગી બનાવતા શીખી હતી.રાઈસ એ આપણો મુખ્ય ખોરાક છે. જ્યારે પણ હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે પ્રથમ પસંદગી મુજબ આપણે રાઈસ ડીશ જ બનાવીએ છીએ.રાઈસ ડીશ પણ બધા પોતપોતાની આગવી રીતે અલગ-અલગ પ્રકારની બનાવતા હોય છે.જેમાં શાકભાજી, ચોખા તથા મસાલા ઉમેરીને સીધો પણ બનાવીએ છીએ. તેમજ અગાઉથી રાંધી લીધા પછી પણ બનાવીએ છીએ. Urmi Desai -
આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)
થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (29)