લીલી તુવેર અને સવાની ભાજીનું શાક(Lili tuver, suva bhaji sabji recipe in Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

#GA4
#Week13
#લીલી તુવેર
તુવેરના દાણા શિયાળામાં આવતાની સાથે જ કચોરી ખાવાનું મન થાય કચોરી તો અવારનવાર બનાવીએ સાથે શાક પણ ખુબ સરસ લાગે આજે મેં લીલી તુવેરના દાણા માંથી સવાની ભાજી સાથે કોમ્બિનેશન કરીને ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યુ છે

સવાની ભાજી આમ તો સ્ત્રીઓને સુવાવડ વખતે ખવડાવવામાં આવે છે પરંતુ એમના પણ જો ઘરમાં બધા ખાય તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે તેનાથી કમર દુખતી નથી
તેને મગની દાળ નાખીને પણ બનાવી શકાય છે
એકલા રીંગણ નાંખીને પણ બનાવી શકાય છે
મેં આજે તુવેરના દાણા નાખીને બનાવી છે
તુવેરના દાણા ના સાથે રીંગણનું કોમીનેશન કરીને પણ સવા ની ભાજી બનાવી શકાય છે
સવાની ભાજી નું તુવેરના દાણા નું શાક મારો બહુ જ ફેવરિટ છે
ઘણા લોકો એવા હોય છે કે જેમણે કદી સવાની ભાજી ખાધી જ નથી હોતી
ઘણા લોકોએ તો જોઈ પણ નથી હોતી
તમે એકવાર જરૂરથી ટ્રાય કરશો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. 1 વાટકીલીલી તુવેરના દાણા
  2. 250 ગ્રામસુવાની ભાજી
  3. ૪ નંગલીલા મરચા ઝીણા સમારેલા
  4. 4 ચમચીલીલુ લસણ ઝીણું સમારેલું
  5. 1/2 ચમચી હળદર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. વઘાર માટે તેલ અને જીરૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    તુવેરના દાણાને બાફી લો સવાની ભાજીને સમારીને સરસ સાફ કરી લેવી ધોઈ લેવી

  2. 2

    કડાઇમાં તેલનો વઘાર મૂકી જીરુ મૂકો તતડે એટલે લીલા મરચાં નાખો પછી ભાજી એડ કરી દો

  3. 3

    ભાજીમાં દાણાઅગાઉથી ચડાવેલા જ છે એટલે હાલ એડ કરવાના નથી પછી તેમાં હળદર અને મીઠું એડ કરો થોડીવાર ઢાંકીને ચડવા દો

  4. 4

    ભાજી પોણા ભાગની ચડી જવા આવે એટલે તેમાં દાણાઉમેરી દો

  5. 5

    પછી લીલુ લસણ ઉમેરીને થોડીવાર ઢાંકીને ચડવા દો તૈયાર છે આ ભાજી લીલાં દાણા નું શાક

  6. 6

    આ ભાજીને રોટલા સાથે ખુબ સરસ લાગે છે મકાઈ અને બાજરીનો રોટલો સારો લાગે છે સાથે છાસ અને લીલી હળદર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

Similar Recipes