દાળ પક્વાન અને ભરેલી પૂરી(Dal Pakwan & Bhareli Puri Recipe In Gujarati

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar

#CT (જામનગર ફેમસ)

અમારા જામનગર માં ઘૂઘરા, બજરંગ ના ઢોસા, મિલન ની પાવભાજી, હરસુખભાઇ ના રસપાવ, યાદવ ના વણેલા અને ફાફડા ગાંઠિયા, આશાપુરા ના દાળ પક્વાન.. આવી ઘણી વાનગી ફેમસ છે પણ મેં આજે જામનગર ના ફેમસ દાળ પક્વાન બનાવ્યા છે. અમારે ત્યાં કોઈ પણ મેહમાન આવે તો સૌથી પહેલા સવારે નાસ્તા માં દાળ પક્વાન જ મગાવા ની ફરમાઈશ કરે બધા ને બહુ જ ભાવે. આમ તો આ સિન્ધી લોકો ની ફેમસ ડીશ છે પણ બધા ને ભાવે એવી ડીશ છે. તો મેં પણ આજે ઘરે બનાવ્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો ને કહેજો કે રેસિપી કેવી લાગી 👍😊

દાળ પક્વાન અને ભરેલી પૂરી(Dal Pakwan & Bhareli Puri Recipe In Gujarati

#CT (જામનગર ફેમસ)

અમારા જામનગર માં ઘૂઘરા, બજરંગ ના ઢોસા, મિલન ની પાવભાજી, હરસુખભાઇ ના રસપાવ, યાદવ ના વણેલા અને ફાફડા ગાંઠિયા, આશાપુરા ના દાળ પક્વાન.. આવી ઘણી વાનગી ફેમસ છે પણ મેં આજે જામનગર ના ફેમસ દાળ પક્વાન બનાવ્યા છે. અમારે ત્યાં કોઈ પણ મેહમાન આવે તો સૌથી પહેલા સવારે નાસ્તા માં દાળ પક્વાન જ મગાવા ની ફરમાઈશ કરે બધા ને બહુ જ ભાવે. આમ તો આ સિન્ધી લોકો ની ફેમસ ડીશ છે પણ બધા ને ભાવે એવી ડીશ છે. તો મેં પણ આજે ઘરે બનાવ્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો ને કહેજો કે રેસિપી કેવી લાગી 👍😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 11/2 કપચણા ની દાળ
  2. 1/2 કપમગ ની દાળ (ફોતરાં વગર ની)
  3. 1/2 tspહળદર પાઉડર
  4. હિંગ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. પાણી
  7. દાળ ના વઘાર માટે :-
  8. 1 tbspઘી
  9. 1/2 tspજીરું
  10. 2 નંગતીખી મરચી
  11. 1 tspહળદર પાઉડર
  12. ચપટીહિંગ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. મરી પાઉડર
  15. પક્વાન બનાવા માટે :-
  16. 11/2 કપમેંદો
  17. 2 tbspતેલ (મોણ માટે)
  18. 1/2 tspઅજમો
  19. મીઠું સ્વાદ મુજબ
  20. પાણી
  21. ખમણેલ કાચા પપૈયા લસણ ની ચટણી:-
  22. 2 tbspલસણ ની ચટણી
  23. 1/2 નંગકાચી પપૈય (ખમણેલી)
  24. 1 નંગડુંગળી (જીણી સમારેલી)
  25. કોથમીર
  26. મીઠું સ્વાદ મુજબ
  27. પાણી
  28. ભરેલી પૂરી માટે:-
  29. પૂરી
  30. દાળ
  31. પપૈયા લસણ ની ચટણી
  32. વણેલા ગાંઠિયા (ભરવા માટે)(રેડી)

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા ચણા ની દાળ અને મગ ની દાળ ધોઈ ને 1 કલાક પલાળી લેવી.

  2. 2

    હવે કલાક પછી દાળ ને કુકર માં બાફી લેવી 3 સિટી કરવી તેમાં પાણી, હડદર પાઉડર, હિંગ અને મીઠું સ્વાદ મુજબ એડ કરી લેવા.

  3. 3

    દાળ નું કુકર થાય ત્યાં પક્વાન નો લોટ બાંધી લેવો.

  4. 4

    પક્વાન બનાવા માટે :-
    એક થાળી માં મેંદા નો લોટ લો તેમાં અજમો, તેલ, મીઠું સ્વાદ મુજબ અને પાણી એડ કરી લોટ બાંધવો અને તેના લુવા વારી લેવા ને તેને પાતળા વણી લેવા અને તેમાં ફોક થી હોલ પાળી લેવા જેથી પકવાન ફૂલે નહિ.

  5. 5

    હવે એક કડાઈ મુકી તેમાં તેલ ગરમ કરવા મૂકવું અને પક્વાન ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.

  6. 6

    હવે એજ લોટ માં થી ભરેલી પૂરી માટે નાની પૂરી તૈયાર કરી લેવી નાનાં લુવા વાળી ને પૂરી વણી લેવી અને તેને પણ તળી લેવી.

  7. 7

    દાળ નો વઘાર માટે :-
    દાળ બફાઈ ગઈ છે તો તેનો વઘાર કરવો. હવે એક પેન માં ઘી મૂકવું. તેમાં જીરું, મરચી અને હિંગ એડ કરી ને દાળ એડ કરવી.તેમાં હળદર પાઉડર અને મીઠું સ્વાદ મુજબ અને મરી પાઉડર એડ કરી લેવો.

  8. 8

    લસણ પપૈયા ની ચટણી બનાવા માટે :-
    એક બાઉલ માં લસણ ની ચટણી લઇ તેમાં પાણી એડ કરી મિક્ષ કરી લેવી. હવે કાચા પપૈયા ને ખમણી લેવું ને ડુંગળી સમારી લેવી અને એ બંને તે ચટણી માં એડ કરી લેવા ને મીઠું સ્વાદ મુજબ અને કોથમીર એડ કરી મિક્ષ કરી લેવું તો તૈયાર છે લસણ પપૈયા ની ચટણી.હવે એક પૂરી લેવી તેમાં ગાંઠિયા મૂકી ને તેમાં દાળ અને ચટણી ભરી ને ભરેલી પૂરી તૈયાર કરવી.

  9. 9

    આ લસણ પપૈયા ની ચટણી ને દાળ માં નાખી ને મિક્ષ કરી ને પક્વાન સાથે ખાવા માં આવે છે અને ભરેલી પૂરી ગાંઠિયા ની સાથે પણ ખાવા માં આવે છે તો તૈયાર છે દાળ પક્વાન અને ભરેલી પૂરી 😋😋

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Have kari jojo use kadvu nai lage ane lasan ni chutny ma aed thai to teno kadvo test pan vayo jai n yummy lage😋😊

Similar Recipes