સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

સેવ ઉસળ એ નાસ્તા તરીકે ખાવાના આવતી એક વાનગી છે. ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં વધારે મળે છે ગુજરાતીઓની આ ફેવરિટ ડીશ છે. ગુજરાતમાં ખાસ કરીને વડોદરામાં મહાકાળી સેવ ઉસળ ખુબ જ વખણાય છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવામાં ખૂબ જ સહેલું છે

#CT

સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)

સેવ ઉસળ એ નાસ્તા તરીકે ખાવાના આવતી એક વાનગી છે. ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં વધારે મળે છે ગુજરાતીઓની આ ફેવરિટ ડીશ છે. ગુજરાતમાં ખાસ કરીને વડોદરામાં મહાકાળી સેવ ઉસળ ખુબ જ વખણાય છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવામાં ખૂબ જ સહેલું છે

#CT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧/૨ કપસફેદ વટાણા
  2. કાચા કેળા
  3. તેલ જરૂર મુજબ
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. ૧/૨ ચમચીહિંગ
  6. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. મોટા ઝીણા સમારેલા ટામેટા
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીધાણજીરૂ
  10. ૨ ચમચીલાલ મરચું
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૩-૪ ચમચી આંબલી ની ચટણી
  14. નાનો ટુકડો ગોળ
  15. સેવ
  16. ગ્રીન ચટણી
  17. ૧/૨ કપઝીણી સમારેલી કોથમીર
  18. પાઉં

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ વટાણા ને ૪-૫ કલાક પલાળી રાખી કુકરમાં ૪-૫ સીટી વગાડી બાફી લો.કાચા કેળા ને પણ બાફી લો.

  2. 2

    હવે એક પેન મા તેલ મૂકી તેમાં જીરું અને હિંગ ઉમેરો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો.પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળી લો

  3. 3

    કેળા અને વટાણા ને મેશ કરી ઉમેરી દો.પછી તેમાં બધા મસાલા કરી દો.અને બરાબર મિક્સ કરી લો..પછી તેમાં ગોળ, આંબલી ની ચટણી ઉમેરો.બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને ખદખદવા દો.ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો.મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી ચડવા દો.તૈયાર છે રગડો

  4. 4

    હવે એક બાઉલ મા રગડો લઈ તેની ઉપર ગ્રીન ચટણી, સેવ, ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ગાર્નિશ કરો.તૈયાર થયેલ ચટાકેદાર સેવ ઉસળ ને પાઉં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes