આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#Cooksnap
ઉનાળાની ઋતુમાં કાચી કેરી શરીરને ઠંડક આપે છે. પણ, તે ઈમ્યુનીટી વધારે છે. વિટામિન સી ના સારા સ્ત્રોતને કારણે, જો કાચી કેરી દરરોજ ખાવામાં આવે તો તે ઈમ્યુનીટીમાં વધારો કરે છે. ઉપરાંત, ડિહાઇડ્રેશન થતું નથી અને ગરમીથી તમારું રક્ષણ કરે છે.

કાચી કેરીથી વજન ઘટે છે. કાચી કેરીમાં પાકેલી કેરી કરતા ઓછી કેલરી હોય છે. વડી, તેમાં સુગરનું પ્રમાણ પણ પાકેલી કેરી કરતા ઓછું હોય છે.

ગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ.

જો તમ ગોળ વાપરશો તો પન્નો બ્રાઉન રંગનો બનશે.

ગોળની જગ્યાએ સાકર વાપરવાથી તે  પીળા રંગનો બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2તોતાપુરી કેરી
  2. 1+1/2 વાટકી સાકર / ગોળ
  3. 1 ચમચીસંચળ પાઉડર
  4. 1/3 ચમચીમરી પાઉડર
  5. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  6. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  7. 1/2 ચમચીસૂંઠ પાઉડર
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. સ્વાદાનુસાર મીઠું
  10. ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીની છાલ ઉતારી કટકા કરી સાકર અને 1/2 કપ પાણી ઉમેરી કૂકરમાં 3 સીટી વગાડી લો.

  2. 2

    ઠંડુ થાય એટલે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લો.હવે એક તપેલીમાં 4 થી 5 મોટી ચમચી આમ પન્નાની પેસ્ટ, 400 મિલી ઠંડુ પાણી, બરફના ટુકડા, બાકીની સામગ્રી અને ફુદીનાના પાન કાપી નાખી બ્લેન્ડર ફેરવી લો.

  3. 3

    તૈયાર થયેલ આમ પન્ના સર્વીંગ ગ્લાસ કે બોટલમાં ભરી ફુદીના ના પાન વડે ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes