ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.
#week4
#cookpadgujarati
#cookpadindia

ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

#EB
ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.
#week4
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  1. 1 કપદેશી ચણા
  2. 1 કપસુકી મેથી
  3. 500 ગ્રામરાજાપુરી કેરી ના ટુકડા
  4. 2 કપખાટા અથાણાં નો સાંભાર મસાલો
  5. તેલ જરૂર પ્રમાણે
  6. 1 ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અથાણાંની કેરીના ટુકડાને બરાબર ધોઈ લો. એક ચોખ્ખા કપડાંથી કેરીના ટુકડાને કોરા કરી લેવા. હવે એક પહોળા વાસણમાં હળદર અને મીઠું નાખીને કેરીના ટુકડાને બરાબર મિક્સ કરીને ઢાંકી રાખો. બે રાત સુધી આને આમ જ રહેવા દો. દિવસમાં બેવાર સવારે અને સાંજે હલાવીને ફરી ઢાંકી દો.

  2. 2

    હવે બીજા દિવસની રાત્રે ચણા અને મેથીને સાફ કરીને ચોખ્ખા પાણીથી ધોઈને બે અલગ અલગ વાસણમાં પલાળો. ત્રીજા દિવસે ચણા અને મેથીને 3-4 વખત પાણીથી ધોઈને સ્વચ્છ કપડાં પર સૂકવી દો. કેરીના ટુકડાંને હાથથી દબાવી પાણી કાઢી કપડાં પર સૂકાવવા મૂકી દો. આ બધું જ બરાબર કોરું થઈ જાય પછી એક મોટા વાસણમાં ચણા, મેથી, કેરી ટુકડા અને ખાટા અથાણાંનો સંભાર બધું વ્યવસ્થિત મિક્સ કરો.

  3. 3

    હવે કાચની ધોઈને બરાબર કોરી કરેલી બરણીમાં અથાણું ભરી લો. બરણીમાં તેલ નાખવા માટે થોડી જગ્યા રાખવી. બીજા દિવસે એક તપેલીમાં પોણો કિલો જેટલું તેલ ગરમ કરો. તેલ એકદમ ઠંડું થઈ જાય એટલે ધીરે ધીરે અથાણાંની બરણીમાં રેડો. અથાણું તેલથી તરબોળ હોવું જોઈએ નહિ તો બગડી જવાની સંભાવના છે. કોરા કપડાંથી બરણીની આજુબાજુની કિનારીઓ અંદર-બહારથી સાફ કરી લેવી.

  4. 4

    અથાણાંની બરણીને ભેજવાળી જગ્યાએ ન રાખવી. ધ્યાન રાખો કે અથાણાંમાં તેલ ઓછું લાગે તો ફરીથી ગરમ કરીને ઠંડું પાડીને તેમાં ઉમેરી દેવું. સંભારો તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો નાખી શકો છો. તેલનું પ્રમાણ પણ સંભારાને ધ્યાનમાં રાખીને રાખવું. બસ તો તૈયાર છે ચણા-મેથી અને કાચી કેરીનું અથાણું. ભાખરી, પૂરી, પરાઠાં, રોટલી કે ખીચડી સાથે અથાણાંની મજા લો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (31)

Similar Recipes