પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#MRC
હોમ ટાઉન નવસારીની પ્રખ્યાત વાનગી #પાવ_બટાકા.

જે ઓછી સામગ્રી વડે ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. જે અહીં સવારના નાસ્તાના સમયે લોકો ખાવાનું પસંદ કરે છે. અત્યારે ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ પાવ બટાકા ખાવાની મજા પડી જાય.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 6-7સમારેલા બાફેલા બટાકા
  2. 8-10 ચમચીતેલ
  3. 1 ચમચીઆદુની પેસ્ટ
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. 1 ચમચીકાપેલા લીલાં મરચાં
  6. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  7. 1/2 ચમચીશેકેલા અધકચરા વાટેલા આખા ધાણા
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/4 ચમચીહળદર
  10. 1-1+1/2 ચમચી ખાંડ
  11. મીઠાં લીમડાના પાન
  12. 1/2 ચમચીરાઈ
  13. 1/2 ચમચીજીરૂ
  14. ચપટીહિંગ
  15. 1+1/2 ચમચી લીલુ લસણ
  16. 2-3 ચમચીસમારેલી કોથમીર
  17. બન પાવ
  18. ડુંગળી અને મરચા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    🥔 એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ ઉમેરી દો.
    🥔 હવે મીઠાં લીમડાના પાન અને કાપેલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરી.
    🥔 ત્યારબાદ હળદર, આદું મરચાં, લસણની પેસ્ટ, ધાણા અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
    🥔 સમારેલા બટાકા ઉમેરો.

  2. 2

    બટાકા બરાબર મિક્સ કરી 1કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ સુધી થવા દો.

  3. 3

    હવે ઢાંકણ ખોલી ગરમ મસાલો, ખાંડ અને લીલું લસણ ઉમેરીને ફરી એક કપ પાણી ઉમેરી બરાબર મિકસ કરી 5 મિનિટ સુધી થવા દો.

  4. 4

    તૈયાર થયેલા બટાકાને પાવ, ડુંગળી અને મરચા સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (4)

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes